18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા ગુજરાતમાં રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે ફિશરમેન વોર્નિંગ જાહેર કરાઈ છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં પવનની ગતિ વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, પાટણ સહિત પવન સાથે ભારે વરસાદ 3 દિવસ રહેશે. 
 

18 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

1/4
image

આવતીકાલે 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગ,ર અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.   

19 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

2/4
image

19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે.   

20 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

3/4
image

20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 

21 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

4/4
image

આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.