અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા સાથે પોલીસ પરિવાર પોતાની 15 મુદ્દાની માંગ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ તમામ મુદ્દે પોલીસવડાએ પોલીસ પરિવારોને સાંભળ્યા હતા. તે પૈકીનાં 14 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ આંદોલન મોકુફ થયું કે ચાલુ છે? DGP સાથેની બેઠક બાદ આંદોલનની ડામાડોળ સ્થિતિ


અત્રે નોંધનીય છે કે, DGP નું કહેવું હતું કે, તમારા 15 મુદ્દા પૈકી કેટલાક મુદ્દાઓ એવા છે જે પોલીસ વડા તરીકે હું જ ઉકેલી શકું તેમ છું. આ તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે હું તૈયાર છું. જ્યારે કેટલાક મુદ્દાએવા છે જે સરકારથી જ ઉકલી શકે તેમ છે. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પોલીસ વડા તરીકે હું તમારી સાથે રહીશ. પરંતુ હાલ પુરતુ આ આંદોલન સમેટી લેવામાં આવે.  તહેવારોની સિઝન છે અને તેમ છતા પણ કાલે ગૃહમંત્રી મુલાકાત માટે તૈયાર છે તો તેમની સાથે મુલાકાત કરી સમગ્ર આંદોલનનો સુખદ અંત આવે તેવો પ્રયાસ કરીએ. 


AHMEDABAD: દિવાળીમાં બેફામ ભીડથી કોરોના ન વકરે તે માટે પોલીસનો એક્શન પ્લાન


જેના પગલે પોલીસ પરિવાર અને અન્ય આગેવાનોએ તૈયારી દર્શાવી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાંથી આવેલા પોલીસ પ્રતિનિધિઓએ હાલ આંદોલન મોકૂફ કરવાની જાહેરાત કરી હતી. કાલે ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય માટે આંદોલન બાબતે ભારે ડામાડોળ સ્થિતિ થઇ હતી. જો કે હવે ZEE 24 KALAK દ્વારા સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. સમગ્ર મુદ્દાનો ઉકેલ આ પ્રકારે આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube