વડોદરાની MS યુનિવર્સિટીમાં સરદાર પટેલ પર શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ
`અસરદાર સરદાર` નામનો કોર્સ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ચલાવાશે
વડોદરાઃ આગામી 31 ઓક્ટોબરના રોજ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી આવી રહી છે. એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું પણ ઉદ્ઘાટન કરવાના છે. આ જોતાં વડોદરાની પ્રખ્યાત મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સરદાર પટેલ પર એક વિશેષ સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરવામાં આવી છે.
દેશના લોખંડી પુરુષ એવા સરદાર પટેલ પર M.S. યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવનારો છે. 'અસરદાર સરદાર' નામનો આ સર્ટિફિકેટ કોર્સ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે.
સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ
દેશમાં પ્રથમ વખત M.S યુનિવર્સિટીએ આ પ્રકારની પહેલ કરી છે. આ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રાજ્યના વિવિધ નિષ્ણાંતો સરદાર પટેલ વિશે માહિતી આપશે. સરદાર પટેલના જીવન અને દેશ માટે તેમણે આપેલા યોગદાન અંગે લોકો ન જાણતા હોય એવી માહિતી આપવામાં આવશે.