અમદાવાદ: રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ત્યારે મતદાનને લઇને યુવાનોથી વૃદ્ધ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મતદાનની સાથે-સાથે લગ્નના પણ ઘણા મૂર્હુત છે ત્યારે ઘણી જગ્યાએ વરરાજા ઘોડીએ ચડીને મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે ઘણી જગ્યાએ આખે આખી જાન મતદાન બુથ પર પહોંચી ગઇ હતી. અને અન્ય લોકોને લોકશાહીના પર્વ જોડાવવા અને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા લવ પટેલના આજે લગ્ન હતા. વરરાજા લગ્ન પહેલાં મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ મતદાન કરવા માટે પહોંચી ગયો હતો. લવ પટેલે જણાવ્યું હતું કે મેં મારી ભાવિ પત્નીને જણાવી દીધું હતું કે હું મતદાન કર્યા બાદ જ જાન લઇને આવીશ. મતદાન કરવું આપણી ફરજ છે. પહેલાં ફરજ બજાવીશ અને પછી લગ્ન કરવા માટે જાન લઇને લગ્ન કરવા પહોંચીશ. 

મત મારો અધિકાર: 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે પહોંચ્યા મતદાન કેંદ્ર


તો બીજી તરફ અમદાવાદના થલતેજ વોર્ડ નંબર 8માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા. અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે પહેલાં મતદાન પછી જાન એવુ સૂત્ર અનાવ્યું હતું. અમદાવાદના બારોટ પરિવારે પહેલા મતદાન કર્યું પછી જાન કાઢી હતી. બારોટ પરિવારે આ વિશે કહ્યું કે, મત એ આપણો અધિકાર છે. મતદાન કરવા માટે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. આજે ચૂંટણી હોઇ મતદાન કરવાનું હોઇ અને લગ્નનું મુહૂર્ત પણ સાચવવાનું હોઇ ઘરેથી વહેલા નીકળ્યા હતા.


તો તરફ વડોદરાના ફતેપુરા કાલુપુરામાં સોનક પ્રકાશભાઇ રાણા(નેપાળી)એ આજે લગ્ન પહેલાં મતદાન કર્યું હતું. સોનકે જણાવ્યું હતું કે તેમના લગ્ન અમદાવાદની યુવતિ સાથે થવાના છે અને તે પણ આજે મતદાન કરશે. સોનકે કહ્યું હતું કે મતદાન કરવું મારો અધિકાર છે. સોનક અને દિપીકા આજે અગ્નીની સાક્ષીએ અમદાવાદમાં સપ્તપદીના સાતફેરા ફરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. 

પહેલાં મતદાન પછી જાન : ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા


મતદાન માટે એમ્બ્યુલન્સમાં પહોંચ્યા દાદા, સાથે લઇ ગયા ઓક્સિજન સિલિન્ડર
વડોદરામાં 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને વારસિયા રિંગ રોડ પર આવેલી આદર્શ પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. દિલીપભાઈ જોષીની છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ચૂંટણીમાં મતદાન કરવાની તેમની ઇચ્છા હોવાથી તેમને મતદાન મથક ખાતે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર સાથે લાવવામાં આવ્યા હતા. મતદાન કર્યાં બાદ શહેરીજનોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube