પહેલાં મતદાન પછી જાન : ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા

તમારા ઘરનો કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય કે પછી અન્ય કોઈ ખાસ દિવસ હોય... સૌથી મહત્વનો લોકશાહીનો પર્વ હોય છે. કારણ કે, તે તમારો હક છે. આ દિવસે મતાધિકાર તરીકે તમે તમારા મતનો ઉપયોગ કરીને તમારા વિસ્તાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકો છે. એક બટન દબાવવાનો પાવર આ પર્વમાં તમને મળે છે. ત્યારે અનેક લોકો આ તકને જતી કરતા નથી. આજે અમદાવાદમાં લગ્ન પહેલા મતદાન કરવા આખી જાન મતદાન કરવા આવી પહોંચી હતી. 

ગૌરવ પટેલ/અમદાવાદ :તમારા ઘરનો કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય કે પછી અન્ય કોઈ ખાસ દિવસ હોય... સૌથી મહત્વનો લોકશાહીનો પર્વ હોય છે. કારણ કે, તે તમારો હક છે. આ દિવસે મતાધિકાર તરીકે તમે તમારા મતનો ઉપયોગ કરીને તમારા વિસ્તાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકો છે. એક બટન દબાવવાનો પાવર આ પર્વમાં તમને મળે છે. ત્યારે અનેક લોકો આ તકને જતી કરતા નથી. આજે અમદાવાદમાં લગ્ન પહેલા મતદાન કરવા આખી જાન મતદાન કરવા આવી પહોંચી હતી. 

1/4
image

અમદાવાદના થલતેજ વોર્ડ નંબર 8માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા. અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે પહેલાં મતદાન પછી જાન એવુ સૂત્ર અનાવ્યું હતું. 

2/4
image

અમદાવાદના બારોટ પરિવારે પહેલા મતદાન કર્યું પછી જાન કાઢી હતી. વરરાજા ધનરાજ બારોટે પહેલાં મતદાન કર્યું પછી ઘોડે ચઢીએ જાન માટે નીકળ્યા હતા.   

3/4
image

બારોટ પરિવારે આ વિશે કહ્યું કે, મત એ આપણો અધિકાર છે. મતદાન કરવા માટે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. આજે ચૂંટણી હોઇ મતદાન કરવાનું હોઇ અને લગ્નનું મુહૂર્ત પણ સાચવવાનું હોઇ ઘરેથી વહેલા નીકળ્યા હતા.

4/4
image

આખી જાને મતદાન કરીન લોકોને અપીલ કરી હતી કે, તમામ મતદારો મત અવશ્ય આપે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ વ્યસ્તતા વચ્ચે મતદાનનો સમય નીકાળ્યો છે.