અમેરિકામાં ભારતીય મુળનાં રિસર્ચરની હત્યા, શંકાસ્પદ આરોપીની ધરપકડ
અમેરિકાના હ્યુસ્ટન ભારતીય મુળનાં રિસર્ચર શર્મિષ્ઠા સેનની (43) હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શર્મિષ્ઠા હત્યા 1 ઓગષ્ટનાં રોજ તે સમયે કરવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાનાં ઘરેથી થોડે દુર આવેલ ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા. શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા.
હ્યુસ્ટન : અમેરિકાના હ્યુસ્ટન ભારતીય મુળનાં રિસર્ચર શર્મિષ્ઠા સેનની (43) હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શર્મિષ્ઠા હત્યા 1 ઓગષ્ટનાં રોજ તે સમયે કરવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાનાં ઘરેથી થોડે દુર આવેલ ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા. શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા.
Gujarat Corona Update: નવા 1020 કેસ, 898દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 29 વર્ષીય એક અશ્વેત યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ બાકારી ઓબિઓના મોન્ફ્રીક છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાકારીની પહેલા પણ ચોરીનાં આરોપમાં ધરપકડ થઇ ચુકી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા તેના થોડા જ સમય પહેલા ઘટના સ્થળની નજીકથી આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ પણ કબ્જે લીધા છે. હાલ તપાસ એ બાબતે ચાલી રહી છે કે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શર્મિષ્ઠાની હત્યાનો આરોપી છે.
ગુરૂ કરતા ચેલા ચડિયાતા ! GTU નાં વિદ્યાર્થીએ જ પરીક્ષા રદ્દ કરાવવા માટે વેબસાઇટ હેક કરી
આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની ઘટના અમારા માટે ચિંતાનો વિષય છે. આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે પગલા લેવાશે. શર્મિષ્ઠા રોજ મોર્નિંગ વોક માટે નિકળતા હતા. તેમના ભાઇ સુમિતે કહ્યું કે, તેઓ ખુબ જ સારા સ્વભાવના છે. કોઇની પણ સાથે હળી મળીને જતા હતા. શર્મિષ્ઠાના એક મિત્ર મારિયો મેજરે કહ્યું કે, તેઓ ખુબ જ શાનદાર પર્સનાલિટીવાળી મહિલા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર