ગુરૂ કરતા ચેલા ચડિયાતા ! GTU નાં વિદ્યાર્થીએ જ પરીક્ષા રદ્દ કરાવવા માટે વેબસાઇટ હેક કરી

GTU વિધાર્થીઓના ડેટાલીક મામલે સાઈબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો , પરીક્ષા રદ કરવાના ના ઇરાદે ડેટાઓનલાઇન સાઇટ પર મુકનાર આરોપી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી GTUનો જ વિધાર્થી ઝડપાયો. તાજેતરમાં જ GTU ના વિધાર્થીઓના ડેટા લીક કરી હેકર્સ દ્વારા ઓનલાઇન સાઇટ પર મુકવામાં આવ્યો હતો. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ સાઈબર ક્રાઇમમાં આ મામલે GTU ના રજીસ્ટ્રારે ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

Updated By: Aug 4, 2020, 08:38 PM IST
ગુરૂ કરતા ચેલા ચડિયાતા ! GTU નાં વિદ્યાર્થીએ જ પરીક્ષા રદ્દ કરાવવા માટે વેબસાઇટ હેક કરી

મૌલિક ધામેચા/અમદાવાદ : GTU વિધાર્થીઓના ડેટાલીક મામલે સાઈબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો , પરીક્ષા રદ કરવાના ના ઇરાદે ડેટાઓનલાઇન સાઇટ પર મુકનાર આરોપી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી GTUનો જ વિધાર્થી ઝડપાયો. તાજેતરમાં જ GTU ના વિધાર્થીઓના ડેટા લીક કરી હેકર્સ દ્વારા ઓનલાઇન સાઇટ પર મુકવામાં આવ્યો હતો. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ સાઈબર ક્રાઇમમાં આ મામલે GTU ના રજીસ્ટ્રારે ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

જાણો UPSC માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાર્તિક જીવાણીની સફળતાનું રહસ્ય

સાઇબર ક્રાઇમની ટીમે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ડેટા વાયરલ કરનાર GTUનો જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું. આરોપી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી આ પરીક્ષાથી કંટાળીને એક વિદ્યાર્થીએ રદ્દ રહે તેવો કીમિયો ઘડી કાઢ્યો હતો. વિદ્યાર્થીએ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો ડેટા વાયરલ કરી અલગ અલગ વેબસાઇટો બનાવીને ડેટા અપલોડ કર્યો હતો. મોન્ટુ ચોથાણી  નામનો આ વિદ્યાર્થીએ ફેક વેબસાઇટો બનાવીને તેના પર ડેટા વાયરલ કર્યા હતા. 

અમદાવાદ: નવજાત બાળકીને રાયપુર મહિપતરામ આશ્રમમાં તરછોડી, પોલીસે ગુનો નોંધ્યો

મોન્ટુની પૂછપરછ દરમિયાન મોન્ટુએ પરીક્ષા રદ્દ થાય તે માટે આ કરતૂત કરી હોવાનું સામે આવ્યું છે.જો કે આ તેણે પહેલી વાર જ કર્યું છે કે અગાઉ પણ આવું કરી ચુક્યો છે તે અંગેની માહિતી પોલીસ મેળવી રહી છે. જો કે સાયબર ક્રાઇમના ગુનામાં આવી જવાના કારણે હવે તેના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ થયો છે.  પોલીસે હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર