Vadodara News : હાલ દેશભરમાં વડોદરાનો CM આવાસ યોજનાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વડોદરામાં મોટનાથ રેસિડન્સી મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા વિવાદ ઉઠ્યો છે. 462 મકાનમાથી એકમાત્ર મકાન વિધર્મીને ફાળવતાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે. મોટનાથ રેસિડન્સીમાં રહેતા અન્ય નાગરિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા, કોર્પોરેશન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોર્પોરેશને K ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન પટેલ શાહીના ઇકબાલભાઈને ફાળવ્યું છે. ત્યારે હરણી વિસ્તાર અશાંતધારા હેઠળ આવ્યું હોવા છતાં પાલિકાના અધિકારીઓએ કોણા ઇશારે વિધર્મીને મકાન ફાળવ્યું તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. મોટનાથ રેસીડન્સીમાં રહેતા નાગરિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી હોવા છતાં પાલિકા કોઇ જ કાર્યવાહી નથી કરી રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નીચી આવક ધરાવતા લોકોને મકાન ફાળવવામાં આવે છે, પરંતુ તેમાં પણ લોકો ધાર્મિક રીતે વહેંચાઈ જાય છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગમે તે જગ્યાએ મકાન મળી શકે છે. વડોદરામાં એક મુસ્લિમ મહિલાને હિંદુ બહુમતીના એરિયામાં મકાન ફાળવવામાં આવતા બીજા લોકોએ તેનો વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રીની ઓફિસને પત્ર લખ્યો છે. સ્થાનિકોએ મુસ્લિમ મહિલાનો વિરોધ દર્શાવ્યો છે. 


ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાન


આ મુસ્લિમ મહિલા સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલયની એક શાખામાં કામ કરે છે. તેને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લો ઈન્કમ ગ્રૂપના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મકાન ફાળવાયું હતું. 


સ્થાનિકોનો વિરોધ
મોટનાથ રેસિડન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસિસ સોસાયટીના લોકોએ મુખ્યમંત્રીને રજૂઆતમા જણાવ્યું કે, વીએમસીએ માર્ચ 2019માં એક લઘુમતી લાભાર્થીને મકાનન સોંપ્યું છે. હરણી એરિયા હિંદુ બહુમતી ધરાવે છે અને લગભગ ચાર કિમીની ત્રિજ્યામાં કોઈ મુસ્લિમ વસતી નથી. આ 461 પરિવારોના શાંત જીવનમાં આગ ચાંપવા સમાન છે. મુસ્લિમ પરિવારોને અહીં રહેવા દેવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા થઈ શકે છે. 


પહેલા વરસાદમાં જ ડાંગના આહવામાં આભ ફાટ્યું, ખાપરી નદીમાં પૂર આવતા લોકો ગભરાયા


અન્ય એક સ્થાનિકે કહ્યું કે, આ મહાનગરપાલિકાનો વાંક કહેવાય કારણ કે તેણે કોને મકાન ફાળવાય છે તે ચેક નથી કર્યું. અમે બધાએ આ કોલોનીમાં એટલા માટે મકાન બૂક કરાવ્યું હતું કારણ કે આ હિંદુ એરિયા છે. અમે નથી ઈચ્છતા કે બીજા ધર્મ કે કલ્ચરલ બેકગ્રાઉન્ડના લોકો અમારી કોલોનીમાં રહેવા આવે. બંને પક્ષ માટે આ લાગુ પડે છે.


હાલ આ સમગ્ર મુદ્દો ટ્વટિર પર ઉઠ્યો છે. લોકો તેને લઈને ટ્વિટ કરી રહ્યાં છે અને પોતાની પ્રતિક્રીયા આપી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, શું હિન્દુઓને ડરવાનો પણ અધિકાર નથી. 


સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી