વડોદરા : રાજ્યમાં તુટેલા રોડ રસ્તાના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને મોટા મોટા દિગ્ગજ નેતાઓ ક્ષોભજનક સ્થિતીમાં મુકાયા છે. પ્રજા તુટેલા રસ્તાઓ મુદ્દે ખુબ જ ત્રસ્ત છે. જેના કારણે દરેકે દરેક તબક્કે રજુઆતો થઇ રહી છે. જેના કારણે કેટલાક નેતાઓ ભડકી પણ ઉઠે છે. આવા જ એક ભાજપના વડોદરાના કોર્પોરેટરની વોટ્સએપ ચેટ વાયરલ થઇ હતી. આ ચેટમાં પંચાલે લખ્યું છે કે, મને વરસાદથી ધોવાયેલા રસ્તાના ખાડાના ફોટા મકલવા નહી. ચોમાસામાં ગમે તે સરકાર હોય ખાડા પડે જ છે. જો કે ચેટ વાયરલ થયા બાદ ધર્મેશ પંચાલે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, જનતા મારા ભગવાન સમાન છે, આ ચેટથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: તું ખુબ જ સુંદર છે અને તારી કમર તો અતિસુંદર છે તેમ કહી યુવતીને પોતાની પાસે ખેંચી લીધી અને...

આ ચેટમાં જે મેસેજ છે, તે મે લખ્યો નથી. આ એક ફોરવર્ડ મેસેજ હતો. જે મારાથી કોઇ જગ્યાએ ભુલથી ફોરવર્ડ થઇ ગયો હતો. મતદારો મારા માટે ભગવાન સમાન છે. તમે મારા વોર્ડની કામગીરી જોઇ શકો છો. હું 24 કલાક અને 365 દિવસ ફરજ નિભાવું છું. મતદારો મને અડધી રાત્રે પણ બોલાવી શકે છે. વિકાસ અમારી પ્રાથમિકતા રહી છે. મતદારો અમારા માટે ભગવાન સમાન છે. તેઓની અવમાનના કરવાનો મારો હેતો નહોતો. મે તો વ્હોટ્સએપમાં આવેલા એક મેસેજને ફોરવર્ડ માત્ર કર્યો હતો. જેનો ખોટો અર્થ કરવામાં આવી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube