પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના મંત્રી ભરાયા! રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપને અલ્ટિમેટમ


મૂળ નાગપુર અને સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સી ખાતે 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેકર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, સાસુ, સસરા અને દિયર છે. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામે પ્રેમલગ્ન કર્યા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. 


ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી! એકાએક પાણીનો પ્રવાહ વધતા 40 લોકોના જીવ તાળવે ચોંટ્યા


ગતરોજ રાત્રે આઠ સાડા આઠ આસપાસ અતિ સહિતનો પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા માટે ગઈ હતી. દરમિયાન રહસ્યમય રીતે કાજલ નીચે પટકાઈ હતી. નીચેથી બૂમાબૂમ થતા પતિ સહિતનો પરિવાર નીચે પહોંચ્યો હતો ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે કાજલને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ચોથા માળેથી નીચે ફટકાતા કાજલના માથા અને પગના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. તેથી કાજલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે કાજલને મૃત જાહેર કરાઈ હતી. કાજલ ના મોતના પગલે પરિવારમાં અશોકનો માહોલ છવાઈ ગયો હતો. 


ભાજપે 10માંથી 6 સીટો કોંગ્રેસીઓને આપી: ગુજરાત કરતા ખરાબ સ્થિતિ, સરકાર છે પણ નેતા નથી


પતિ શ્યામ ચાંદેકરે જણાવ્યું હતુ કે કાજલ કેવી રીતે નીચે ભટકાય તે અંગે અમને પણ કંઈ જાણ નથી. કાજલ ની હાઈટથી થોડી નીચે ગેલેરીની જાળી છે. ચાદર લેવા જતા પટકાય તેવી સ્થિતિ પણ નથી. રૂમમાં હતા અને કાજલ નીચે ફટકાઈ હતી બુમા બુમ થતા જોવા જતા કાજલ નીચે ફટકાઈ હોવાની જાણ થઈ હતી. એક વર્ષ પહેલા કાજલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. ખૂબ જ સારી રીતે રહેતા હતા. બંનેના પરિવાર પણ લગ્ન માટે સંમત હતા. બંનેની ઈચ્છા હોવાથી લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત 15 માર્ચના રોજ હલ્દીની સેરેમની પણ કરવામાં આવી હતી. કાજલને માઈગ્રેનની તકલીફ હતી. તે કોઈ પણ વાતમાં જલ્દી ગુસ્સે થઈ જતી હતી. ગતરોજ એવી કોઈ ઘટના પણ બની ન હતી. 


પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા, જાણો શું છે સમગ્ર કેસ?