Nadiad માં બીજા માળની ગેલેરી ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
અત્રે ઉલ્લેખનીય છે 40 વર્ષ જુના કોમ્પ્લેક્સમાં આ સર્જાઇ છે. કોમ્પલેક્ષ માં કુલ 6 બ્લોક આવેલ છે જેમાં 32 જેટલા મકાનો આવેલા છે. ફ્લેટના પિલ્લરોમાં મોટી તિરાડો પડી ગઇ છે.
નચિકેત મહેતા, નડીયાદ: નડીયાદ (Nadiad) ના નાના કુંભનાથ રોડ પર આવેલા સોના કિરણ કોમ્પ્લેક્ષમાં ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મોડી રાત્રે બનેલી આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી. પરંતુ જો આ ઘટના દિવસે બની તો નુકસાનની સાથે સાથે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા રહેલી હતી.
નડીયાદ (Nadiad) ના કુંભનાથ રોડ (Kumbhnath Road) પર આવેલા સોના કિરણ કોમ્પ્લેક્ષ આવેલું છે. જેના બી બ્લોકની પહેલા અને બીજા માળની ગેલેરી ધરાશાયી થઇ હતી. આ બ્લોકમાં 8 ફ્લેટમાં આવેલી છે. જેને લીધે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નડીયાદ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ
બનાવની જાણ થતાં નડિયાદ ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી.અને ફ્લેટ ના બી બ્લોક ના રહેતા રહીશો ને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવાની સૂચના આપી છે. સદનસીબે રાત્રીનો સુમર હોવાથી કોમ્પલેક્ષ ની નીચે આવેલ દુકાનો બંધ હોવાથી જાનહાની ટળી છે.
અત્રે ઉલ્લેખનીય છે 40 વર્ષ જુના કોમ્પ્લેક્સમાં આ સર્જાઇ છે. કોમ્પલેક્ષ માં કુલ 6 બ્લોક આવેલ છે જેમાં 32 જેટલા મકાનો આવેલા છે. ફ્લેટના પિલ્લરોમાં મોટી તિરાડો પડી ગઇ છે. રાત્રે ઘટના સર્જાતા સદનસબીને કોઇ જાનહાનિ થવા પામી નથી. પરંતુ જો આ ઘટના દિવસે બની તો નુકસાનની સાથે સાથે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા રહેલી હતી. આજથી બે વર્ષ પહેલાં નડિયાદ પ્રગતિ નગર માં ફ્લેટ ધરસાઇ થયો હતો તેમાં જાણ માલ નું મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube