ઝી બ્યુરો/અમદાવાદ :અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આજે દિવાળીનો પાવનપર્વ હોઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે. પ્રકાશના પર્વમાં ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ભક્તો સવારે જ પહોંચી ગયા છે. આજે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. અમદાવાદનાં સૌથી જુના અને એતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય; બહુચરાજીમાં થશે વિકાસના કાર્યો, રોજગારીની નવી તકો..

નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.

નેપાળમાં ભયંકર ભૂકંપ, કાઠમાંડૂમાં 6.1 તીવ્રતાનો આંચકો, દિલ્હી- NCR સુધી ધરતી ધ્રૂજી

માતાજીનો હાથ કિલ્લા પર છે
એક લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે મા ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી મા ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે. 

ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ

13મી સદીનું મંદિર
વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાવલી ભીલને પરાસ્ત કરી સાબરમતી કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. અહમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે કિલ્લો બનાવ્યો હતો. અને આ કિલ્લાની રક્ષા કરતાં નગરદેવી માતા ભદ્રકાળી કહેવાયાં. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાન પણ દર નવરાત્રિમાં માતાને ચૂંદડી ચઢાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવીનાં દર્શન કર્યા હતા.

શહેરની સદાય રક્ષા કરતી નગર દેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ; જુઓ તસવીરો

આઠમનું મહત્વ
નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.

આ 3 ક્રૂર ગ્રહોના મિલનથી શરૂ થયો આ રાશિવાળાઓનો ખરાબ સમય, ડગલે ને પગલે રહેજો સાવધાન!

દિવાળીનાં એક દિવસ પૂર્વે અમદાવાદનાં સહુથી જુના અને સસ્તા ભદ્ર પાથરણા બજાર ખાતે છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભદ્ર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને અમદાવાદ મહાનગરથી ખરીદી કરવા ઉમટી પડતા અનોખો નજારો સર્જાયો હતો.

રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે આખા ગામમાં કેમ વહે છે ઘીની નદીઓ? જાણો ભવ્ય ઈતિહાસ- મહત્વ