અમદાવાદઃ કરોડો રૂપિયાના બિટકોઈન મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સેશન્સ કોર્ટે 30 દિવસમાં કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે અને જો નલિન કોટડિયા 30 દિવસમાં હાજર નહીં થાય તો તેની મિલકત જપ્તીની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, CID ક્રાઈમે કલમ 82 મુજબ નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા અરજી કરી હતી. જેના આધારે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરાયા છે. સાથે જ સીઆઇડી ક્રાઇમે કોર્ટ સમક્ષ નલિન કોટડિયાની ધરપકડ માટે 70 મુજબનુ વોરંટ એટલે કે બિનજામીન પાત્ર વોરંટની પણ અરજી કરી હતી. ત્યારબાદ સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાની શોધખોળ હાથ ધરી પરંતુ નલિન કોટડિયા ન ઝડપાયા કલમ 70નું વોરંટ તેમને બજાવવામાં નથી આવ્યું. 


ઉલ્લેખનીય છે કે, સીઆઇડીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે 6 આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે. જેમા નલિન કોટડિયાનો સામેલ છે. પરંતુ અત્યાર સુધી નલિન કોટડિયા મળી આવ્યા નથી. આ મામલે સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. છેલ્લાં એક મહિનાથી તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા બાદ તપાસનો દોર શરૂ કરવા માં આવી છે. કોટડિયાની તપાસ અત્યાર સુધી ઘણી જગ્યાએ કરાઈ છે. પરંતુ સીઆઈડી ક્રાઈમને તમામ દિશામાં નિષ્ફળતા મળી છે.