અનૈતિક સંબંધની આશંકામાં ફરી ખેલાયો ખૂની ખેલ! ધારિયાના ઘા મારીને યુવકને ઉતાર્યો મોતને ઘાટ
પ્રેમિકા અન્ય યુવાન સાથે આડા સંબંધ હશેની શંકાએ ધારિયાના ઘા મારી હત્યા કરી હત્યાનો કોઈ સુરાગ નહિ મળતા આ અન-ડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી LCB SOG અને રાજપીપળા ટાઉન પોલીસે મળી આરોપીને ઝડપી પાડયા છે.
ઝી બ્યુરો/નર્મદા: નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા અન્ય યુવાન સાથે આડા સંબંધ હશેની શંકાએ ધારિયાના ઘા મારી હત્યા કરી હત્યાનો કોઈ સુરાગ નહિ મળતા આ અન-ડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી LCB SOG અને રાજપીપળા ટાઉન પોલીસે મળી આરોપીને ઝડપી પાડયા છે.
વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓ સાથે આખો વિસ્તાર બાનમાં
બનાવની વિગત એવી છે કે ગુવાર ગામેં રાહત ભીખા મના તડવીના 30 વર્ષીય પુત્ર મિતેશ ગત 9 જુલાઈ 24 ના રોજ ઘરેથી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કટીંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોચેલ નહી જેથી રાત્રીના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો જડ્યો નહિ અને જોકે બીજે દિવસે 10 જુલાઈના રોજ લાછરસ ગામથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશની હત્યા કરાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.
એક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ..
મૃતક મિતેષની માતા સુમિત્રા ભીખા તડવી દ્વારા રાજપીપલા પોલિસ સ્ટેશનમાં હત્યાનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી પોલીસે તપાસ ચાલુ કરી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી ASP લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડીટેકટ મર્ડરના ગુનાના કામે લાગી ગયા હતા. લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં આવેલ. તેમજ ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ લઇ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડીટેલ્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ! 5 દિવસ ઘાત
તેમજ લાછરસ, ગુવાર, તરસાલ,માંગરોળ, ટંકારી,થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા 100 થી વધુ શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજુરોની સધન પુછપરછ કરવામાં આવેલ જે ખુનના ગુના બાબતે આર.જી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નર્મદા તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીની હકિકત મેળવવા બાતમીદારોને સમજ કરવામાં આવેલ જે દરમ્યાન હ્યુમન્સ સોર્સ આધારે ચોક્કસ બાતમી આધારે લાછરસના ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણ તડવી અને નયનેશ ગોપાલ તડવી તથા ડભોઇ થુવાવીની જ્યોત્સના ચન્દ્રકાંત તડવીજે હાલ લાછરસ રહે વ્હહે આ ત્રણની પુછપરછ કરવી ત્યારે લાછરસ ગામની જ્યોત્સનાબેન સાથે આરોપીના પ્રેમ સંબંધ હોય મૃત્યું પામનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સના સાથે બેસેલ જોઈ તેની સાથે પણ આડો સંબંધની શંકાએ આરોપી ઇશ્વર ઉર્ફે ગુલાને શંકાએ પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેષને તેના ઘરે ગુવાર ગામે મુકવા જવાનું બહાનુ બનાવી મિત્ર સાથે ભેગો થઇને રસ્તામાં ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.