સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ! આગામી 5 દિવસ મોટી ઘાત

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી જાણીને તમે પણ ચોંકી જશો. એકબાજુથી નહીં પણ ચારેય બાજુથી કડાકા ધડાકા સાથે તૂટી પડશે વરસાદ.

1/9
image

Gujarat Havy Rainfall: વરસાદ અંગે હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી આવી સામે. આગામી પાંચ દિવસ ગુજરાત પર સક્રિય થશે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમ.

2/9
image

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે ગુજરાત પર ચારેય બાજુથી મંડરાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો ખતરો.

3/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે તો આ આખું સપ્તાહ એટલેકે, આગામી 7 દિવસ ગુજરાત પર ભારે જળ સંકટ રહેશે તેવી આગાહી કરી દીધી છે.   

4/9
image

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ! 

5/9
image

આજે અમદાવાદ અને ગાંધીનગર પર વરસાદી ઘાત. રાજ્યના પાટનગર અને આર્થિક પાટનગર બન્ને શહેરો પર આજે રહેશે મેઘરાજાનું રાજ. સવારથી ચાલુ છે વરસાદની ધુઆધાર બેટિંગ.

6/9
image

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ સૌરાષ્ટ્રમાં વધશે વરસાદનું જોર. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, જૂનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શરૂ થશે મેઘરાજાની રમઝટ.    

7/9
image

ભારે વરસાદની આગાહીની પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેર્ડ અલર્ટ આપવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેર્ડ અલર્ટનું પ્રમાણ વધારે હોય છે. આ ઝોનમાં જોખમ વધારે છે. 

8/9
image

હવામાન વિભાગે કરેલી આગામી મુજબ રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 24 થી 28 ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.

9/9
image

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે.