ઝી બ્યુરો/સુરત: મોટા વરાછા વિસ્તારમાં ધોરણ-6ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિએ કૃત્ય કર્યું હતું. જેથી વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી હતી. જેથી પોલીસ પાસે પરિવારે ફરિયાદ કરતાં પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરમાં વાવાઝોડું આવશે! મેઘો ગુજરાતના ભુક્કા કાઢશે! અંબાલાલની ધ્રુજારી ઉપાડે તેવી


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિએ ટ્યુશને જતી વિદ્યાર્થીનીને અશ્લિલ ફોટા બતાવી ગંદા ઈશારા કરી શારીરિક છેડતી કરવામાં આવતી હતી. સગીર વયની વિદ્યાર્થિનીનો પીછો કરી પોતાની મોટરસાયકલ પર બેસી જવા દબાણ કરતો હતો. આધેડથી પરેશાન વિદ્યાર્થીનીએ સમગ્ર બાબત પરિવારને કરતા મામલો સામે આવ્યો હતો. પરિવારે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા આધેડ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત


સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રત્ન કલાકાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રત્ન કલાકાર અરવિંદ નાકરાણીની ધરપકડ કરવામાં આવી હતી. 


ગુજરાતના 158 તાલુકામાં ભારે વરસાદ:રાપરમાં છેલ્લા 15 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર