ઓક્ટોબરમાં વાવાઝોડું આવશે! મેઘો ગુજરાતના ભુક્કા કાઢશે! અંબાલાલ પટેલની ધ્રુજારી ઉપાડે તેવી આગાહી
Ambalal Patel Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે.
Trending Photos
Ambalal Patel Forecast: ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં જળતાંડવ થાય તેવી શક્યતા છે. આ સાથે તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, બેચરાજી, હારીજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.
ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત
અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે. હાલ વરસાદી સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ
આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદ પડી શકવાની શક્યતા રહેશે. આ સાથે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે.
આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
વાવ, થરાદ, દાંતીવડા, અમીરગઢ, ડિસામાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસ નદીમાં પાણીની આવક વધારે રહેશે. આ સાથે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. રાપરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મુંદ્રા, ભચાઉ, જખૌ, ગાંધીધામ, અંજાર, કંડલા, માંડવી, ભુજ અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે