અમદાવાદ :બે બહેનો સાથે દુષ્કર્મના કેસમાં આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સજાની જાહેરાત થવાની છે. બે બહેનોએ નારાયણ સાંઈ પર કરેલા કેસ બાદ નારાયણ સાંઈની અનેક કરતૂતો પરથી પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં નારાયણ સાંઈની કામલીલાઓ બહાર આવી હતી. સાંઈએ પોલીસ પૂછપરછમાં ખુલાસો પણ કર્યો હતો કે, તેણે અનેક શિષ્યાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. તો બીજી તરફ, તેનો સનસનીખેજ ખુલાસો એ હતો કે, તેણે જમુના નામની મહિલા સાથે પણ સંબંધો બાંધ્યા હતા. તેની પત્નીને સંતાન ન થતુ હોવાથી તેણે જમુના સાથે સંબંધ બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસારામ-સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય 


પૂછપરછમાં નારાયણ સાંઈએ ખુદ જમુના સાથેના સંબંધોની કબૂલાત કરી હતી અને જમુનાના દીકરાને પોતાનો દીકરો હોવાનું કબૂલ્યું હતું. આ સિવાસ સાંઈએ બીજી પણ અન્ય સાધ્વીઓ સાથે સંબંધોની કબૂલાત કરી હતી. જેમાંથી કેટલીક યુવતીઓ આશ્રમની બહારની હતી તેવુ પણ તેણે કબૂલ્યું હતું. 


આસારામ-સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં 


પિતા આસારામની Sex CD બનાવવા માંગતો હતો નારાયણ સાંઈ
નારાયણ સાંઈ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર એક મહિલા ભક્તે દાવો કર્યો હતો કે, સાંઈ બે નાઝાઈઝ સંતાનોનો પિતા પણ છે. તે માત્ર જમુનાના દીકરાનો જ નહિ, પરંતુ અન્ય એક સેવિકાની દીકરીનો પણ પિતા છે. આ યુવતી પણ અમદાવાદમાં જ રહે છે. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, સાંઈ આશ્રમની યુવતીઓ સાથે કૃષ્ણલીલા કરતો અને તેમની સાથે ન્હાતો હતો. તે આને પોતાની રાસલીલા કહેતો હતો. એવું પણ કહેવાયું હતું કે, નારાયણ સાંઈ પોતાના પિતા આસારામની સેક્સ સીડી બનાવવા માંગતો હતો. આવુ કરવા પાછળનો તેનો હેતુ પિતાની સમગ્ર સંપત્તિ પર જપ્ત કરવાનો હતો.


આ પણ વાંચો : નારાયણ સાંઇને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


નારાયણ સાંઈની સજા સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચો એક ક્લિક પર