ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક બાજુ કોંગ્રેસ સુરત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા અત્યારથી કોશિશો ચાલી કરી દીધી છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલ અને AAP નેતા યુવરાજ સિંહ વચ્ચેની આ બેઠકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ અને યુવરાજસિંહ વચ્ચે કયા મુદ્દે બેઠક થઈ એ તો સમય દેખાડશે. પરંતુ યુવરાજસિંહે નરેશ પટેલને જણાવ્યું હતું કે યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે. તેઓ વિદ્યાર્થીઓ થકી સરકારમાં બેઠેલા લોકોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. બન્ને નેતાઓ વચ્ચે બેઠક થતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.


નરેશ પટેલ સાથેની બેઠક અંગે યુવરાજસિંહ ગઈકાલે ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જાણ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સાથે મલાકાત કરી. નરેશ પટેલ સાથે સિસ્ટમમાં રહેલા દૂષણો દૂર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું અને આગળની રણનીતિ તૈયાર કરી.


શું નરેશ પટેલ, શંકરસિંહ અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે? જાણો રઘુ શર્માનું નિવેદન

બીજી બાજુ કોગ્રેસના કિરીટ પટેલ, લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ આજે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું ત્રણેય નેતાઓ ફરી કોંગ્રેસમાં જોડાશે. 


જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો શંકરસિંહ વાઘેલા પ્રત્યે ઉભરાયો પ્રેમ, નિવેદનથી સૌ કોઈ ચોંક્યા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube