નર્મદા : સરદાર સરોવર ડેમ પુર્ણતાની નજીક, જળ સપાટીમાં સતત વધારો
ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી ઉત્તોત્તર વધી રહી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત ઓમકારેશ્વર ડેમમાંથી પણ 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા ડેમની જળ સપાટી એક કલાકમાં 10 થી 12 સેન્ટિમીટર વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં દોઢ મીટર જેટલો વધારો થયો છે.
નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી ઉત્તોત્તર વધી રહી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત ઓમકારેશ્વર ડેમમાંથી પણ 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા ડેમની જળ સપાટી એક કલાકમાં 10 થી 12 સેન્ટિમીટર વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં દોઢ મીટર જેટલો વધારો થયો છે.
7 પ્રોબેશનરી આઇપીએસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત
આજે નર્મદા બંધની જળ સપાટી 127.24 મીટર પાર પહોંચી છે. પાણીની આવક 1 લાખ 75 હજાર ક્યુસેક છે, એટલે એમ કહી શકાય કે નર્મદ બંધ હવે તેની પૂર્ણ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહ્યો છે. હાલ જળાશયમાં 2052 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જળ સંગ્રહ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં હજી વધુ જળ સંગ્રહ સરદાર સરોવરમાં થશે.
સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની આ ગેંગ, બાતમીના મળતા પોલીસે ગોઠવી વોચ
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ સમગ્ર ગુજરાતને પાણી પુરૂ પાડે છે. ત્યારે ડેમમાં નવા નીરની આવક દરેક ગુજરાતી માટે સારા સમાચાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વરસાદના કારણે ગુજરાતનાં મોટા ભાગના જળાશયો ભરાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર