7 પ્રોબેશનરી આઇપીએસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત
Trending Photos
અમદાવાદ : ગુજરાતને ફાળવવામાં આવેલા 2019ની બેચના સાત પ્રોબેશનરી તાલીમી IPS અધિકારીઓને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. 2019 બેચના આ સાત તાલીમી IPS અધિકારીઓ હાલ કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહ્યા છે. તા.૧ સપ્ટેમ્બરથી તેઓ તેમને ફાળવાયેલા જિલ્લાઓ ભરૂચ, જૂનાગઢ, મોરબી, ખેડા, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગરમાં અજમાયશી અધિકારી તરીકે સેવાઓ માટે નિયુક્ત કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ તાલીમી યુવા IPS અધિકારીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે, કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે તેમને જનસેવાનો જે અવસર મળ્યો છે તેમાં સમાજના છેડાના વ્યકિતને પણ પોલીસ તેની સાથે-તેની પડખે છે તેવી અનુભૂતિ થાય તેવું દાયિત્વ સેવાકાળ દરમ્યાન તેઓ નિભાવે તેવી આશા રાખુ છું.
ભાવનગરમાં ઉથલપાથલ: તળાજા પાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનો પરાજય, ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા
આ તાલીમી IPS અધિકારીઓમાં બહુધા ઇજનેરી ડીગ્રી ધારકો છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે ટેકનોલોજીનો પોલીસ ફોર્સમાં મહત્તમ ઉપયોગ કરીને ‘‘મોર્ડન પોલીસ ફોર્સ’’ની નામના મેળવી છે. તેમાં આ યુવાઓ પણ પોતાના જ્ઞાન કૌશલ્યથી વધુ નિખાર આપવા યોગદાન આપી શકે.
ધરોઈ ડેમમાં વધતા પાણીથી અમદાવાદ કલેક્ટરનો એલર્ટ રહેવા આદેશ
મુખ્યમંત્રીએ આ યુવા IPS તાલીમી અધિકારીઓને સમાજ સુરક્ષાની જિમ્મેદારી સંપૂર્ણ ઇમાનદારી અને નિષ્ઠાથી અદા કરવાની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથને પણ તમામ અધિકારીઓને શુભકામના પાઠવીને ઉજ્વળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે