Heart touching incident, ઝી બ્યુરો/અમદાવાદ: શનિવાર સાંજે 5:50 કલાકે 108 ની કચેરીમાં એક ફોન રણકે છે...ફોન કરનાર કહે છે કે, 'નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી મળી છે..' બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવામાં તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું, ફોન મળતાં ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અને તરત જ બાળકને સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ગુજરાતને અસર થશે? આ વાવઝોડું 3 દેશો પર ત્રાટક્યું, 290 કિ.મીની ઝડપે ફૂંકાયો પવન


આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. ગુજરાતની જીવા દોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે.


ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઇએમટી મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈને એક કોલ એવો મળેલો હતો કે જેમાં કોલર (ફોન કરનાર)ના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી પડી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ પાંચથી છ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી...માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા. ઘટના સ્થળે જ સારવાર અપાઈ અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ લેવાઈ. તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડમાં લઈ જવાઈ. છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે.


ભાદરવી પુનમને લઈ અંબાજીમાં દર્શનના સમયમાં વધારો; માઈભક્તો ખાસ વાંચી લેજો આ સમાચાર


આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને જીવ કેમ ચાલ્યો હશે? કુદરતની લીલા જુઓ એક માતાએ ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં ઇએમટી મનિષાબેને માતા સ્વરૂપે સારવાર આપે અને હોસ્પિટલમાં દાખલ કરી છે અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી રહી હશે...'રામ રાખે તેને કોણ ચાખે'  આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે.


આ વૃદ્ધ માટે તબીબો બન્યા ભગવાન! હોજરીમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી


સમાજને શરમસાર કરતી ઘટના છે પણ આજે એકવાર ફરી 108 જે માત્ર નંબર જ નહીં પણ ગુજરાતની જીવાદોરી સમાન કામ કરતી સેવાએ એક જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સલામ છે, આ સેવાને અને સેવા વાહકોને...