આ વૃદ્ધ માટે તબીબો બન્યા ભગવાન! હોજરીમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના ૬૫ વર્ષીય ખેડૂત જેણાજી મકવાણાને દોઢ મહિનાથી પેટમાં ડાબી બાજુમાં દુખાવો થવાની ફરિયાદ હતી જેને લઈને પરિવારજનો માણસા અને ગાંધીનગર ખાનગી અને સરકારી દવાખાને નિદાન કરાવવા ગયા હતા.

આ વૃદ્ધ માટે તબીબો બન્યા ભગવાન! હોજરીમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબો લાકરોડા ગામના વૃદ્ધનું સફળ ઓપરેશન કરીને હોજરીમાંથી 15 સેમી લીમડાનું દાતણ બહાર કાઢીને વૃદ્ધને બચાવી લીધા છે અને હાલ ICUમાં દાખલ છે અને તબિયત સારી હોવાનું તબીબ જણાવી રહ્યા છે. 

Add Zee News as a Preferred Source

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના ૬૫ વર્ષીય ખેડૂત જેણાજી મકવાણાને દોઢ મહિનાથી પેટમાં ડાબી બાજુમાં દુખાવો થવાની ફરિયાદ હતી જેને લઈને પરિવારજનો માણસા અને ગાંધીનગર ખાનગી અને સરકારી દવાખાને નિદાન કરાવવા ગયા હતા, પરંતુ દુખાવાની દવા કરાયા બાદ દુખાવો બંધ થઇ ગયો હતો ત્યારબાદ પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા હતા. જ્યાં તબીબોએ તપાસ કરી સોનોગ્રાફી, સીટીસ્કેન અને એક્સરે કરાવતા કાણું જોવા મળ્યું હતું. જેને લઈને તબીબોએ ઈમરજન્સી ઓપરેશન કર્યું હતું.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 65 વર્ષીય જેણાજીની તપાસ કરી હતી. ત્યારબાદ ઈમરજન્સી તબીબોની ટીમ ધ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું એક કલાક ચાલેલા ઓપરેશન માં પેટ પર વાઢકાપ કરીને હોજરીમાં પડેલા કાણામાં 15 સેમીની લીમડાનું દાતણ નીકળ્યું હતું. ત્યારબાદ સાફ સફાઈ કરીને ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધને બચાવી લેવાયા છે. તો હાલ વૃદ્ધ હિંમતનગર સિવિલમાં ICUમાં સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news