શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સિક્સ લેનમાં બદલવાનું કામ ચાલી રહ્યુ છે. એક તરફ હાઇવે પણ હાલ બિસ્માર હાલતમાં છે, તો બીજી તરફ અનેક જગ્યાએ ડાયવર્ઝન હોવાને લઇને વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. અનેક વાર અકસ્માતો થવાના કારણે વાહન ચાલકો પરેશાન થવાને કારણે હવે પોલીસ તંત્રએ નેશનલ હાઇવે ઓથોરીટીને નોટિસ ફટકારી છે. જો બેદરકારી સામે આવશે તો સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો પણ નોંધવામાં આવશે તેવી જાણકારી સાથે નોટિસ ફટકારી છે.


Photos : અનુષ્કાને પ્રપોઝ કરવાને લઈને વિરાટે એક ઈન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠાનો ચિલોડા શામળાજી નેશનલ હાઇવેની હાલત બહુ જ ખરાબ બની ગઈ છે. ચિલોડાથી શામળાજી સુધી પસાર થવુ એ જાણે કે વાહન ચાલકો માટે મોતની ખીણમાં ચાલવા જેટલુ મુશ્કેલરૂપ બની ગયું છે. પરંતુ હવે નેશનલ હાઇવે ઓથોરિટીને લઈ સાબરકાંઠા જિલ્લા પ્રસાશને લાલ આંખ કરી છે. તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી બંને સામસામે આવે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વાહનચાલકો માટે જોખમી બનેલા નેશનલ હાઇવેને લઇને સાબરકાંઠા જિલ્લા પ્રસાશનના અધિકારીઓ અને પદાધિકારીઓની માસિક સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં હાઇવે ઓથોરિટી સામે પગલા ભરવા માટેનો નિર્ણય લઈને નોટિસ પાઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇને સાબરકાંઠા એસપીએ સાબરકાંઠા
જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેના મજરાથી રાજેન્દ્રનર સુધીના માર્ગ પર તમામ ડાયવર્ઝન ખાતે યોગ્ય સાઇન બોર્ડ મુકવા અને જ્યાં કામ ચાલુ છે ત્યાં પણ યોગ્ય સાઇન બોર્ડ વાહનચાલકોને નજરે ચઢે એમ મુકવા માટે તાકીદ કરી છે.


શેર કરતા જ સોશિયલ મીડિયા પર છવાયો નોરાનો પિંક ડ્રેસ લૂક, લાગે છે દુનિયાની સુપરક્યૂટ બાર્બી


રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં વરસાદને કારણે પડેલા ખાડાને પગલે આ રોડ પર કાર પલટી જવાના અનેક બનાવો બન્યા હતા. જુદા જુદા અકસ્માતમાં ત્રણના મોત પણ નિપજ્યા હતા. આમ આ હાઈવે પર સતત અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. તો બીજી તરફ ખરાબ રોડ હોવા છતાં ટોલ વસૂલાત કરવાનું ચાલુ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :