નવરાત્રિને મંજૂરીના હજી ઠેકાણા નથી, ત્યાં ડાન્સ ગ્રૂપ થયા એક્ટિવ, નવસારીમાં એક છત નીચે ટોળુ ભેગુ કરી ગરબા કરાયા
રાજ્યમાં નવરાત્રિ (Navratri) ના આયોજનના અણસાર મળી રહ્યાં છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને નવરાત્રિના આયોજન અંગે પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજી સુધી ત્રીજી લહેરના ડરને કારણે નવરાત્રિને મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતા વિવિધ ડાન્સ ગ્રૂપ એક્ટિવ થઈ ગયા છે. નવસારીમાં ગરબા સ્પર્ધાનો એક વીડિયો (viral video) સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ગરબા (garba video) કરી રહ્યાં છે. જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ કોરોનાને આમંત્રણ આપતા ગરબા કર્યા હતા.
સ્નેહલ પટેલ/નવસારી :રાજ્યમાં નવરાત્રિ (Navratri) ના આયોજનના અણસાર મળી રહ્યાં છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને નવરાત્રિના આયોજન અંગે પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજી સુધી ત્રીજી લહેરના ડરને કારણે નવરાત્રિને મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતા વિવિધ ડાન્સ ગ્રૂપ એક્ટિવ થઈ ગયા છે. નવસારીમાં ગરબા સ્પર્ધાનો એક વીડિયો (viral video) સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ગરબા (garba video) કરી રહ્યાં છે. જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ કોરોનાને આમંત્રણ આપતા ગરબા કર્યા હતા.
ગુજરાત સરકારે (gujarat government) નવરાત્રિમાં ગરબાના આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જો કે ડીજેના આયોજકો અને ગાયક કલાકારોને કાર્યક્રમો છૂટ આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે ગરબા ના આયોજનને પણ શરતી મંજૂરી મળે તેવી હવે શક્યતા જોવામાં આવી છે. જો કે સરકારે મંજૂરી ન આપી હોવા છતાં નવસારી (Navsari) માં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. નવસારીના ચીખલીના એક ગરબા સ્પર્ધાનો વીડિયો વાયરલ થયો છે. નટરાજ ડાન્સ સ્ટુડિયોના સંચાલક દ્વારા આ ગરબાનું આયોજન કરાયુ હતું. એક સમાજની વાડીમાં ગરબા (garba) યોજાયા હતા. પોલીસે આયોજક સામે જાહેરનામાના ભંગ સહિતનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, ચટાકેદાર પાણીમાં મળ્યા બેક્ટેરિયા
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ (Navratri 2021) અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકારના નિર્ણય પહેલાં જ ડાન્સ ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે. હાલ આ ગરબા હરીફાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા ગરબા ક્લાસ સંચાલકો સરેઆમ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યાં છે. જો કે વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો હોવાનું કહેવાય છે.
આ વર્ષે નવરાત્રિમાં DJ, બેન્ડ અને ગાયકોના કાર્યક્રમને મંજૂરી મળી શકે છે. આ માટે ગૃહ વિભાગને પરિપત્ર બહાર પાડવા સૂચના આપી દેવાઈ છે. કોરોના હળવો થતા રાજ્ય સરકાર સંગીત અને ડીજેને છુટાછાટ આપી શકે છે. મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો : જૂનાગઢનો અરેરાટીભર્યો કિસ્સો : દીકરાને પારણામાં જ મોત આપીને માતાએ તેની બાજુમા ગળે ફાંસો ખાધો