રાજકોટ : પોલીસે ગરબા બંધ કરતા બાળકી ચોધાર આસુંએ રડી પડી
ગુજરાતમાં કોરોના મહામારીને જોતા સરકારે શેરી ગરબાને જ પરમિશન આપી છે. નવરાત્રિ (Navratri) નો છેલ્લો દિવસ મન મૂકીને ગરબા માણવાનો દિવસ હોય છે. આવામા લોકોના પગ અટકતા નથી. પરંતુ પોલીસ આવીને લોકોના રંગમાં ભંગ પાડે છે. ત્યારે રાજકોટ (rajkot police) ના એક શેરી ગરબાને બંધ કરાવવા આવી પહોંચેલી પોલીસની દબંગાઈને કારણે એક બાળાના આંખમાં આસુ સરી પડ્યા હતા.
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોના મહામારીને જોતા સરકારે શેરી ગરબાને જ પરમિશન આપી છે. નવરાત્રિ (Navratri) નો છેલ્લો દિવસ મન મૂકીને ગરબા માણવાનો દિવસ હોય છે. આવામા લોકોના પગ અટકતા નથી. પરંતુ પોલીસ આવીને લોકોના રંગમાં ભંગ પાડે છે. ત્યારે રાજકોટ (rajkot police) ના એક શેરી ગરબાને બંધ કરાવવા આવી પહોંચેલી પોલીસની દબંગાઈને કારણે એક બાળાના આંખમાં આસુ સરી પડ્યા હતા.
ગઈકાલે આઠમાં નોરતે રાજકોટ (Rajkot) પોલીસની દબંગાઈએ એક બાળકીને રડાવી દીધા હતા. રાજકોટના ભક્તિનગરમાં માટેલ ચોકમાં ચાલુ ગરબા સમયે આરતી સમયે પોલીસ ત્રાટકી છે. પોલીસે દબંગાઈ દાખવીને ગરબા બંધ કરાવ્યા હતા. એટલુ જ નહિ, ગરબાના સંચાલકની પણ અટકાયત કરી હતી. જેને પગલે ભક્તિનગરના રહેવાસીઓ પોલીસ કમિશનરની કચેરીએ દોડી ગયા હતા. પોલીસની દબંગાઈ જોઈને ભક્તિનગરમાં ગરબા કરતી બાળાઓના આંખમાં આસુ આવી ગાય હતા. ગરબાના રંગમાં ભંગ પડતા બાળાઓ રડી પડી હતી. જોકે, વિવાદ થતા પોલીસના ઉચ્ચઅધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો. આખરે પોલીસે સંચાલકોને છોડી મૂકતા બાળકીના ચહેરા પર સ્મિત આવ્યુ હતું.
એક તરફ, પોલીસ નેતાઓની રેલીઓ સામે મૂકપ્રેક્ષક જોતી રહે છે અને સુરક્ષા આપે છે. પરંતુ વર્ષે એકવાર આવતી નવરાત્રિ સામે રાજકોટ પોલીસની દબંગાઈ બતાવી છે. જુગારધામ ન પકડી શકતી ભક્તિનગર પોલીસને આરતીમાં દબંગાઈ બતાવી, જેથી ગરબા ખેલૈયાઓ નિરાશ થયા હતા.