લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો - આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા
ચાલુ વર્ષે પણ નવરાત્રિ (Navratri) ના આયોજન પર ગ્રહણ લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો ગરબાનો તહેવાર ઉજવાશે કે નહિ તે મૂંઝવણ છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે (United Way) અને મા શક્તિ (Maa Shakti garba) ના ગરબાનું આયોજન નહિ થાય તેવું કહ્યું છે. ત્યારે આયોજકોના આ નિર્ણયથી ગરબા ખેલૈયાઓને નિરાશા મળી છે. સતત બીજા વર્ષે ગુરજ
રવિ અગ્રવાલ/વડોદરા :ચાલુ વર્ષે પણ નવરાત્રિ (Navratri) ના આયોજન પર ગ્રહણ લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો ગરબાનો તહેવાર ઉજવાશે કે નહિ તે મૂંઝવણ છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે (United Way) અને મા શક્તિ (Maa Shakti garba) ના ગરબાનું આયોજન નહિ થાય તેવું કહ્યું છે. ત્યારે આયોજકોના આ નિર્ણયથી ગરબા ખેલૈયાઓને નિરાશા મળી છે. સતત બીજા વર્ષે ગુરજ
વડોદરા (Vadodara) ના મોટા ગરબા આયોજકો ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે વડોદરાના મોટા ગરબા (Garba) આયોજકોએ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ વે અને માં શક્તિના આયોજકો આ વર્ષે પણ ગરબા નહિ યોજે. યુનાઈટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે જણાવ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે કોઈ પ્રકારનું રિસ્ક નહિ લે. તેથી અમે ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરીએ. ગરબામાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અશક્ય છે. તો બીજી તરફ, ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. તેમજ ટૂંક સમયમાં મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી. તેથી અમે આ વર્ષે ગરબા નહિ યોજીએ.
આ પણ વાંચો : હાથી સિમેન્ટ દુર્ઘટનામાં મોતનો આંકડો 3 પર પહોંચ્યો, જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન
તો બીજી તરફ, અન્ય મોટા ગરબા આયોજક મા શક્તિ ગરબા પણ નહિ યોજાય. મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું કે, ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.
રાજકોટમાં પણ ગરબા નહિ
રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજાય. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાના લીધે ગરબા ના યોજવા સહિયર ગ્રુપનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટના આ ફેમસ ગરબાનું આયોજન ના કરવાના નિર્ણયથી ખૈલયા નાખુશ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના ગરબા આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગત 2020 ના વર્ષે પણ કોરોના મહામારીને પગલે ગરબાનું આયોજન કરાયુ ન હતું. ત્યારે સતત બીજા વર્ષે ગુજરાતમાં લોકોને ગરબા કરવા નહિ મળે. મોટા આયોજકો ગરબાનું આયોજન કરવા ડરી રહ્યાં છે. જનમેદનીને કારણે કોરોના મહામારી વધુ વકરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : #BhujThePrideOfIndia - રણછોડ પગીની કરામતથી હાંફી ગયેલાં પાકિસ્તાને તેમના માથા સાટે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું