ચેતન પટેલ, સુરતઃ નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાસમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે ગુજરાતના કારીગરો દ્વારા હાથથી આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે જે ગોલ્ડન લુક આપે છે અને લાઈટ વેટ હોવાના કારણે ગરબા રમતી વખતે ખેલૈયાઓને કોઈ અડચણ પણ આવશે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતની નવરાત્રિના ટ્રેન્ડની વાત કરતા સુરતના જ્વેલરી વિક્રિતે જલ્પા ઠક્કરે જણાવ્યું હતુંકે, નવરાત્રીની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને સૌથી વધારે જ્વેલરી ડિઝાઇન પર સૌની નજર છે પ્યોર બ્રાસમાં માં તૈયાર થયેલ સુપર લાઈટ વેટ પર કારીગરોએ હાથથી દેવી દેવતાઓના ચિત્ર બનાવ્યા છે. આ શિવ પાર્વતી અને ગણેશ ની પ્રતિકૃતિ સ્પષ્ટ પણે જોવા મળે છે આ સાથ જર્મન સિલ્વર જ્વેલરી ટ્રેન્ડમાં છે. સાથે ટ્યુશન જ્વેલરી કે જેમાં મોતી, મિક્સ ધાતુ થી તૈયાર અલગ અલગ ડિઝાઇન સહિત મીનાકારી જોવા મળશે. 


આ ફ્યુઝન જ્વેલરી સંપૂર્ણપણે  હેન્ડમેન્ટ છે જે ખેલૈયાઓને અલગ જ લુક આપશે. જ્વેલરી ની સાથોસાથ હેન્ડ પર્સ ઉપર પણ સૌની નજર છે કારણ કે આ જર્મન સિલ્વર અને પ્યોર બ્રાઝ થી તૈયાર પર્સમાં કચ્છી પેચ પણ લગાડવામાં છે.આ વખતે નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને અમે ડિઝાઈન લોન્ચ કરવામાં આવી છે. પ્યોર બ્રાસમાં જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. જે સુપર લાઈટ વેટ હોય છે જેના કારણે પહેરવા માં પણ મજા આવશે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે. આજ વસ્તુ સિલ્વર અને મેટમાં આવી ચૂકી  છે. 


આ વખતે બ્રાઇડ ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવ્યું છે જે નવરાત્રીમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેની કિંમત 2000 રૂપિયા થી શરૂ થાય છે અને 8000 રૂપિયા સુધી હોય છે ખાસ આ સેલિબ્રિટી લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પર્ફોર્મન્સ આપતી વખતે લાઈટ વેઇટ જ્વેલરી હોય તો તેમને પરફોર્મન્સ કરવામાં સહેલું થઈ જાય છે અને સેલિબ્રિટી ને જોઈ લોકો પણ આવી જ્વેલરી ની ડિમાન્ડ કરી રહ્યા છે.