ગુજરાતમાં શક્તિના પર્વની ક્યાં કેવી છે તૈયારીઓ? નવરાત્રિમાં ઉપવાસનું હેલ્થ સાથે જોડાયેલું ખાસ કારણ પણ જાણો
Navratri 2024: આસો સુદ એટલેકે, શરદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે એ ખાસ જાણવા જેવું છેકે, ગુજરાતમાં નવરાત્રિને લઈને ક્યાં કેવી કરાઈ છે ખાસ તૈયારીઓ? સાથે જ નવરાત્રિના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે પણ જાણીએ આ અહેવાલમાં...
Navratri 2024: આજથી નવલાં નોરતાંની શરૂઆત થઈ છે.. ત્યારે આજે પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરવામાં આવે છે.. તેમજ આજના પ્રથમ નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે... મા શૈલપુત્રીને સફેદ રંગ ખુબજ પ્રીય હોય છે.. તેથી સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે... ત્યારે આજે પ્રથમ નોરતે ZEE 24 કલાક પર અંબાજીમાં બિરાજતા મા અંબાના તો પાવાગઢમાં બિરાજતા મા મહાકાળી તેમજ બહુચરાજીમાં મા બહુચરાજી માતાના ઘરે બેઠાં કરો દર્શન,,, તો આ તફર ચોટીલામાં બિરાજતા મા ચામુંડા અને કચ્છના માતાના મઢમાં બિરાજતા માતાજીના કરો દર્શન....
જાણો કળશ સ્થાપનાનો સમયઃ
કળશ સ્થાપનાનો સમય સવારે 10.50 વાગ્યાથી, જાણો સરળ પૂજા પદ્ધતિ, નવરાત્રિનું વિજ્ઞાન અને દેવી મંદિરો વિશે.
આ વખતે કેટલાં દિવસ ગરબા થશે?
3જી ઓક્ટોબરને ગુરુવારથી એટલેકે, આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે અંગ્રેજી તારીખો અને તિથિઓ વચ્ચે મેળ ન હોવાને કારણે અષ્ટમી અને મહાનવમીની પૂજા 11મીએ થશે. 12 ઓક્ટોબર, શનિવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે આપણને દેવીપૂજા માટે પૂરા નવ દિવસ મળશે. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે આજે ઘટ (કળશ)ની સ્થાપના કરવામાં આવે છે.
જાણો ગુજરાતમાં નવરાત્રિની ક્યાં, કેવી છે તૈયારીઓ?
અંબાજીઃ
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ
નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ
નવરાત્રિના પ્રથમ દિવસે અંબા માતાના દર્શનનું ખાસ મહત્વ
અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ
અનેક શ્રદ્ધાળુઓએ આજે ધ્વજા રોહણ કર્યું
પાવાગઢઃ
નવરાત્રિના પ્રથમ દિવસે પાવાગઢ ધામ પહોંચ્યા ભક્તો
પ્રથમ દિવસે સવારે જ એક લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
મા મહાકાળીને નોરતા નિમિતે કરાયો વિશેષ શણગાર
ZEE 24 કલાક પર કરો મા મહાકાળીના દર્શન
જૂનાગઢઃ
જૂનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિરે ભક્તોની ભીડ
700 વર્ષ કરતા વધારે જૂનું છે વાઘેશ્વરી માતાનું મંદિર
રાનવઘણ અને રાણકદેવી આ મંદિરે કરતા હતા દર્શન
વાઘેશ્વરી માતાના મંદિરે વર્ષમાં 4 નવરાત્રિની થાય છે ઉજવણી
વહેલી સવારથી જ ભક્તો માતાના દર્શને આવ્યા
ખોડલધામઃ
પ્રથમ નોરતે કાગવડ ખોડલધામમાં ભક્તોની ભીડ
વહેલી સવારથી ખોડિયાર માતાના દર્શને આવ્યા ભક્તો
અનેક ભક્તો પગપાળા દર્શન કરવા માટે પહોંચ્યા
પ્રથમ નોરતે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો
નવરાત્રિ દરમિયાન રોજ ધ્વજારોહણ અને હવન કરાશે
અમદાવાદના નગરદેવીઃ
આજથી આસો નવરાત્રિના પર્વનો થયો પ્રારંભ
નવ દિવસ મા અંબાના નવ સ્વરૂપની થશે પૂજા
અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે ભક્તોની ભીડ
વહેલી સવારથી ભક્તો આવી રહ્યા છે માતાના દર્શને
માતાના આશીર્વાદ મેળવી ધન્ય થઈ રહ્યા છે ભક્તો
સુરતઃ
સુરતમાં અંબા માતાના મંદિરે ભક્તોની ભીડ
નવલી નવરાત્રિના પ્રથમ દિવસે ઉમટ્યા ભક્તો
સુરતનું અંબા માતાનું મંદિર છે એક હજાર વર્ષ જૂનું
અહીં શિવાજી મહારાજ દર્શન કરવા આવ્યા હોવાની માન્યતા
શિવાજી મહારાજની તલવાર પણ રખાઈ છે મંદિરમાં
નવરાત્રિમાં રોજ હજારો ભક્તો કરે છે મા અંબાના દર્શને
નવરાત્રિમાં ઉપવાસ પાછળ શું છે વૈજ્ઞાનિક મહત્ત્વ?
દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ અનુસાર, નવરાત્રિના નવ દિવસ સુધી દેવીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. આયુર્વેદિક દૃષ્ટિકોણથી સમજીએ તો આ દિવસોમાં હવામાન બદલાય છે, જેના કારણે પાચનક્રિયામાં ખલેલ પહોંચે છે. તેને વ્યવસ્થિત રાખવા માટે ઉપવાસની પરંપરા શરૂ કરવામાં આવી છે. શારદીય નવરાત્રી શિયાળાની શરૂઆત છે, તેથી આ સમયગાળા દરમિયાન હળવો આહાર લેવામાં આવે છે. આ સમય દરમિયાન પાચન પ્રક્રિયા સામાન્ય દિવસો કરતા ધીમી હોય છે. જેના કારણે વ્યક્તિ આળસ અને સુસ્તી અનુભવે છે. આ કારણથી કહેવાય છે કે તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ ન કરો તો પણ તમારું ભોજન હળવું હોવું જોઈએ.
આસો મહિનાની શારદીય નવરાત્રિ દરમિયાન ઠંડી કે ગરમી બહુ હોતી નથી. આ સમયે કુદરત ખૂબ અનુકૂળ છે. બદલાતી પ્રકૃતિ અને હવામાનની અસર વ્યક્તિગત અને બાહ્ય રીતે જોવા મળે છે. અંગત રીતે, આ ધ્યાન અને સાધનાનો સમય છે, જ્યારે બહારની દુનિયામાં, આ સમય દરમિયાન ગરમી ઓછી થઈ જાય છે. વિજ્ઞાનમાં તેને થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત કહેવામાં આવે છે.