Navsari News નવસારી : હવે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. નવસારીમાં ધોરણ 12 માં ભણતી 17 વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થીનીનું હૃદય અચાનક બંધ પડી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાથી સમગ્ર શાળામાં ગમગીનીનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, નવસારીની જાણીતી એ.બી. સ્કૂલમાં આજે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી હતી. ધોરણ 12 માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી. 


હર્ષ સંઘવીના જીવનનો રસપ્રદ કિસ્સો : કહ્યુ, સિગરેટ છોડી ત્યારે લાગ્યું કે જીવન જીવ્યો


તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો  હુમલો આવતા તેનું મોત નિપજ્યુ છે. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું. વિદ્યાર્થિનીના મોત મામલે શાળાએ દિલસોજી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એ. બી. સ્કૂલની વિદ્યાર્થીની ઉપરાંત ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીને પણ ખેંચ આવવાની ઘટના બની હતી. ખેંચ આવેલા વિદ્યાર્થીને સાજો થઈ જતા રજા આપવામાં આવી હતી. પરંતુ તનિષા ગાંધી બચી ન શકી. 


ક્યારે વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


રાતોરાત ફેમસ થયેલા કમાનો આજે જન્મદિન : કીર્તિદાન સાથે કરશે જિંદગીનો પ્રથમ વિદેશ શો


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.


પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.


ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ એક્ટિવ થઈ : આગામી 3 કલાકમાં તૂટી પડશે ભારે પડશે


- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).
હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.


જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી, પત્નીની સાથે ઘરમાં રાખી


સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો
વર્ષ 2003 માં સર્ક્યુલેશન નામના એક જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ, જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે મોટાભાગે છાતીમાં દુખાવો (Chest Pain) થવાના લક્ષણો નથી. તેના બદલે, સ્ત્રીઓમાં અતિશય અને અસામાન્ય થાક (Fatigue), ઉંઘની સમસ્યાઓ અને અસ્વસ્થતા (Anxiety) છે. અભ્યાસમાં સમાવિષ્ટ 80 ટકા મહિલાઓએ હાર્ટ એટેકના 1 મહિના પહેલાં ઓછામાં ઓછું એક લક્ષણ અનુભવ્યું હતું. સ્ત્રીઓમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે.


હુ મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયો છુ... આવુ કહી મોરારીબાપુએ વિદ્યાર્થીઓને આપી એક સલાહ


- ખુબ જ અસામાન્ય થાક અનુભવો, જે ઘણા દિવસોથી અનુભવાતો હોય તો કોઇ કારણ વગર અચાનક થાક અનુભવ થવા લાગે..
- ઉંઘ સાથેની સમસ્યા
- માથું ભારે થવું, ચક્કર આવવા, માથામાં દુખાવો
- ચિંતા થવી
- અપચો, કબજિયાત અથવા પેટમાં દુખાવો
- પીઠના ઉપરના ભાગમાં, ખભામાં અને ગળામાં અથવા કંઠમાં દુખાવો
- જડબામાં તીવ્ર પીડા
- છાતીની મધ્યમાં તીવ્ર પીડા અથવા પ્રેશર અનુભવ થવો જે હાથ સુધી ફેલાય છે.
દુર્ભાગ્યવશ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાર્ટ એટેક આવતા તેનાથી બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે. કેમ કે, તેના લક્ષણો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ગંભીરતાથી લેતી નથી અને સમયસર સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે.


ભક્તોએ ચઢાવેલા નારિયેળથી લીલોછમ બન્યો પાવાગઢ, શક્તિધામની કાયાપલટ થઈ ગઈ