હાર્ટ એટેક

હીરાથી થાય છે દિલની સફાઈ, તબીબી ક્ષેત્રે સુરતના ડોક્ટરે કમાલ કરી

કિંમતી હીરાને તો અત્યાર સુધી આપ સૌએ ઘરેણાંની શોભા વધારતા જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હીરા થકી દિલની સફાઈ પણ કરવામાં આવે છે? સુરતના હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો, પરંતુ સુરતના હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીના બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના હૃદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે. તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે.

Dec 24, 2020, 11:34 AM IST

ગુજરાતે ગુમાવ્યો પોતાનો અવાજ, અભિનેતા- દિગદર્શક આશિષ કક્કડનું નિધન

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ આ મહામારી ખુબ જ ઘાતક નિવડી છે. જાણીકા અભિનેતા નરેશ કનોડિયાનું નિધન કોરોનાને કારણે થયું અને તેની શાહી હજી સુકાઇ નથી વધારે એક દિગ્ગજ કલાકાર-દિગદર્શક અને ઘેઘુર અવાજનાં માલિકનું નિધન થતા ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા રાજ્યના જાણીતા ફિલ્મ કલાકાર અભિનેતા દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુખદ નિધન થયું છે. જેના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો શોકમાં ગરક થયા છે. 

Nov 2, 2020, 08:23 PM IST

કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કરવામાં આવી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સ્તિર જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.

Oct 23, 2020, 03:49 PM IST

હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા, જાણો કઈ રીતે બચી શકાય છે

હાર્ટ એટેક (Heart Attack) ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે... પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ...

Oct 9, 2020, 04:33 PM IST

કોરોના વાયરસ 'દિલ'ને બનાવી રહ્યું છે 'બિચારું', વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ

દિલ્હીના સૌથી મોટા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાંથી એક GB Pant Hospital માં હાર્ટ પર થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ હાર્ટના દર્દીઓ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

Aug 25, 2020, 11:43 PM IST

ચેનલની ડિબેટમાં ભાગ લીધા બાદ એવું તે શું થયું કે કોંગ્રેસના પ્રવક્તાનું થયું નિધન, જાણો અહીં

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. રાજીવ ત્યાગીના નિધનની જાણકારી આપતાં કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટ કર્યું અને કહ્યું, 'રાજીવ ત્યાગીના આકસ્મિત નિધનથી અમને ઉંડો આધાત લાગ્યો છે.

Aug 12, 2020, 10:48 PM IST

અબ્દુલ મુસ્તાક શેખનું 38 વર્ષની વયે હાર્ટ એટેક આવતા મોત

અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક શેખનું આજે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાક શેખને 38 વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો છે. મુસ્તાકની દફનવિધિ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.

Jul 6, 2020, 04:22 PM IST

વર્ષની શરૂઆતમાં સૌથી વધારે લોકો ભોગ બને છે હાર્ટ એટેકનો કારણ કે...

નવા વર્ષનું સ્વાગત હંમેશા ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. જોકે આ નવા વર્ષ સાથે સંકળાયેલી એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હાર્ટ એટેકના સૌથી વધારે મામલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સામે આવે છે.

Jan 1, 2020, 06:31 PM IST

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

તમારું મન-મગજ હચમચાવી દે તેવો વીડિયો (Video) સામે આવ્યો છે. હાર્ટ એટેકથી એક વ્યક્તિના થયેલા મોતના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કેવી રીતે એક વ્યક્તિ હાર્ટ એટેક (Heart Attack) થી ઢળી પડે છે અને કેવી રીતે ક્ષણભરમાં મૃત્યુ પામે છે તે જોઈને તમારું મગજ ઘડીક બહેર મારી જશે. દિવાળી (Diwali 2019) ના તહેવારની ઘરાકીના સમયે જ સુરેન્દ્ર નગર (Surendra Nagar) ના એક વેપારીનું હાર્ટએટેકથી મોત થયું છે. 

Oct 22, 2019, 09:55 AM IST

મોઢું સ્વચ્છ ન રાખો તો પણ તમને હૃદય સંબંધિત બિમારી થઈ શકે છે!

હૃદયની માંસપેશીઓના અંદરના પડ અને હૃદયના વાલ્વમાં થતા સોજાને એન્ડોકાર્ડાઈટિસ કહેવામાં આવે છે. આ જ પ્રકારે બેક્ટેરિયાથી થતું ઈન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તેમાં પણ હૃદયરોગની સમસ્યાથી પીડાતા લોકોમાં તેનું જોખમ વધુ રહે છે. 
 

Oct 18, 2019, 11:50 PM IST

જનાજામાં નમાજ પઢાવવા આવ્યા હતા ઇમામ, મૃતક જીવીત થતા પોતે જ મરી ગયા !

ડોક્ટરે મૃત જાહેર કરેલ વ્યક્તિ અચાનક જનાજામાં બેઠો થઇ ગયો હતો, જેથી ગભરાઇને ઇમામ પોતે જ મરી ગયા હતા

Jul 29, 2019, 11:21 PM IST

મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો

મોરબીના લાચી પ્લોટ વિસ્તારમાં એક બાઇક સવાર તેની પાછળ એક વ્યક્તિને બેસાડીને બાઇક લઇને જતો હતો, તે દરમિયાન જ પાછળ બેસેલા વ્યક્તિને ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ચાલુ બાઇકે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહત્વનું છે, કે આ બનાવા શનિવારે બપોરે બન્યો હતો. 

Jan 19, 2019, 07:58 PM IST

VIDEO: મુંબઇ એરપોર્ટ પર પેસેન્જરને આવ્યો એટેક, CISFના જવાને બચાવ્યો જીવ

CRPFના જવાનોને આમ તો ઘણા બહાદુરીના કારનામા આપણે વારંવાર જ સાંભળતા રહીએ છીએ. જો કે મુંબઇ એરપોર્ટ પર તેમણે એક પેસેન્જરને જીવનદાન આપવાનું કામ કર્યું. મુંબઇ એરપોર્ટ પર આ જવાનોની સુઝબુઝ અને સમજદારીથી એક યાત્રીનો જીવ બચી ગયો. એરપોર્ટ પર એક યાત્રી કાર્ડિયક એરેસ્ટના કારણે નીચે પટકાયા. ત્યાર બાદ આ જવાનોએ તત્પરા દેખાડતા સમયે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપીને તેમનો જીવ બચાવી લીધો. યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની હાલત સ્થિર છે. 

Oct 28, 2018, 08:17 PM IST

BREAKING NEWS : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડો. હાથીનું હાર્ટએટેકથી મોત

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવી કુમાર આઝાદનું આજે મહારાષ્ટ્રના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આર જે આલોકે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાન્ટ દ્વારા જાણકારી શેર કરી હતી. 

Jul 9, 2018, 01:47 PM IST

Whatsapp દ્વારા આ રીતે બચાવી બચાવ્યો હાર્ટ એટેકના દર્દીનો જીવ

જે સોશિયલ મીડિયાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે, તે ઘણીવાર આપણા માટે ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. જમ્મૂ એન્ડ કાશ્મીરના બનિહાલમાં Whatsappની મદદથી એક ડોક્ટરે દર્દીનો જીવ બચાવી લીધો. તે દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો. 

Jun 11, 2018, 10:27 AM IST

જેટ એરવેઝ વિમાનમાં ડાલમિયાને આવ્યો હાર્ટ એટેક, ક્રૂ સભ્યોએ બચાવ્યો જીવ...

આ ર્દુઘટનાનો ઉલ્લેખ કરતાં ફ્લાઇટમાં મુસાફરી કરતા સહ મુસાફરે ક્રુ મેમ્બર્સના વખાણ કરતાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને એક પત્ર લખ્યો છે. 

Jun 5, 2018, 11:14 AM IST

મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા BJP સાંસદના 21 વર્ષીય પુત્રનું મોત

પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપના સાંસદ બંડારૂ દત્તાત્રેયના 21 વર્ષીય પુત્ર બંડારૂ વૈષ્ણવનું મોત નિપજ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર વૈષ્ણવનું મોત હાર્ટ એટેકના લીધે થયું છે. 

May 23, 2018, 08:44 AM IST

આ બોલીવુડ એક્ટરના મોતનો 'સુસાઇડ વીડિયો' થઇ રહ્યો છે વાયરલ, જાણો હકિકત

બોલિવુડ એક્ટર અને પ્રોડ્યુસર ઈન્દર કુમારનું નિધન 28 જુલાઈ, 2017ના રોજ થયું હતું. ઈન્દર કુમારની મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમનો એક સ્યૂસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

May 14, 2018, 02:20 PM IST

જો તમને હાર્ટની સમસ્યા છે, તો હાર્ટ એટેકથી બચાવશે આ મોબાઇલ એપ

હૃદયની બીમારીની સારવાર યોગ્ય સમયે ન કરાવો તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હૃદયની ગતિના અસમાન કે વધારે ઝડપથી ધડકવાની ક્રિયાને ધમની ફાઇબરિલેશન કહે છે. 

 

Mar 18, 2018, 05:35 PM IST