નવસારી : ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાની હેરફેર થતી હોવાની આશંકા સાથે ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ હવાલાનાં રૂપિયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઝડપાયેલા યુવકો પાસેથી કરોડો રૂપિયા રોકડ સ્વરૂપે મળી આવ્યા છે. હાલ ત્રણેય યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ નાણા મહારાષ્ટ્રનાં નાસિકથી સુરત લાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની થઇ શરૂઆત, ખાસ જાણો તેના વિશે

નવસારી જિલ્લાની ગણદેવી પોલીસે એક શંકાસ્પદ ગાડીને ઝડપી હતી. જેમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે. ગણદેવી પોલીસે હવાલાના રૂપિયા હોવાની આશંકા સેવી રહી છે. ગાડીમાં રહેલા 3 યુવકોની પણ પોલીસે અટકાયત કરી છે. તેમની પણ પુછપરછ ચાલી રહી છે. જો કે આ તમામ યુવકો ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. જેથી પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. પરંતુ પ્રાથમિક તબક્કે નાસિકથી સુરત રૂપિયા લવાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. 


Corona: રાજકોટમાં નવા 42, અમરેલીમાં 22 કેસ નોંધાયા

જો કે રૂપિયા એટલા મોટા પ્રમાણમાં હતા કે પોલીસને પણ ગણવા ભારે પડી ગયા હતા. ગણદેવી પોલીસે મામલતદાર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખવા પડ્યા હતા. તમામ નાણા મશીન દ્વારા ગણવાની ફરજ પડી હતી. 2000,500 અને 100ની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube