Corona: રાજકોટમાં નવા 42, અમરેલીમાં 22 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સંક્રમિતોનો આંકડો 1500ને પાર પહોંચી ગયો છે. 
 

Corona: રાજકોટમાં નવા 42, અમરેલીમાં 22 કેસ નોંધાયા

રાજકોટઃ ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. હવે તો બધા શહેરોમાં કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજકોટમાં નવા 42 કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 975 થઈ ગઈ છે. જેમાંથી 542 દર્દીઓ સારવાર હેઠળ છે. તો રાજકોટ શહેરમાં વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. 

રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 1500ને પાર
રાજકોટ જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં 1512 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે બપોર સુધીમાં 42 કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે રાજકોટમા કોરોનાના 52 અને ગ્રામ્યમાં 20 કેસ સહિત 72 કેસ નોંધાયા છે. આમ 11 જુલાઈથી 27 જુલાઈ સુધીમાં કોરોનાનો પોઝિટિવિ રેટ વધ્યો છે. રાજકોટ શહેરનો 24 ટકા જ્યારે ગ્રામ્યનો 11 ટકા થયો છે.

કોરોના મહામારી સામે લડવા CM રૂપાણીએ રાહત નિધિનો ખોલ્યો દરવાજો

અમરેલી જિલ્લામાં વધુ 22 કેસ
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમરેલીમાં આજે વધુ 22 કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ પોઝિટિવની સંખ્યા 352 પર પહોંચી ગઈ છે. જેમાં 137 લોકો સારવાર હેઠળ છે તો અત્યાર સુધી સારવાર બાદ 199 લોકો ડિસ્ચાર્જ થયા છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી 16 લોકોના મૃત્યુ થયા છે. 
 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news