ધવલ પરીખ/નવસારી: દરિયામાં માછીમારી કરવા ગયેલો નવસારીના જીતુ રાઠોડને પાકિસ્તાન નેવીએ પકડી જેલમાં નાંખ્યો હતો. માતા-પિતાની ચિંતામાં ઘરે ક્યારે જઈશની જીતુની આશ 5 વર્ષે પૂર્ણ થઈ, પરંતુ ઘરે આવ્યો તો માતા - પિતા બંને આ ફાની દુનિયા છોડી ગયાનું જાણતા જ જીતુ જીવન સામે ભાંગી પડ્યો હતો. જોકે નવું જીવન મળ્યાનો આનંદ સાથે જીતુએ નવજીવનની શરૂઆત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ આઘા રહેજો..બસ આવી! ગોંડલમાં ST બસને બસ સ્ટેન્ડમાં જ દુર્ઘટના ટળી! અનેક લોકો બચ્યા


નવસારીના જલાલપોર તાલુકાના મિરઝાપુર ગામે રહેતો 32 વર્ષીય જીતુ અશોક રાઠોડ 5 વર્ષ અગાઉ 2017 માં ઓખા ખાતેની બોટમાં ખલાસી તરીકે ગયો હતો. જ્યાંથી દરિયામાં માછીમારી કરવા ગયો, તો વધુ મચ્છીની લાલચે પાકિસ્તાનની સરહદમાં જીતુની બોટ પહોંચી જતા પાકિસ્તાની નેવીએ જીતુ સાથે અન્ય ખલાસી અને ટંડેલ મળી કુલ 9 લોકોને બંધક બનાવ્યા હતા. પ્રથમ તેમને માર મારી બે દિવસ સુધી પાકિસ્તાની નેવીએ તેમની બોટ પર જ રાખ્યા, ત્યારબાદ બંદરે લઈ જઇ જેલમાં નાંખ્યા હતા. જેલમાં નાંખતી વખતે તેમને 3 મહિનામાં છોડી દેવામાં આવશેનું આશ્વાસન આપ્યું હતુ, પરંતુ 3 મહિનાના વર્ષો થયા હતા. 


'બાબા પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ લઇ ગયા હોત તો' રાજકોટના પરિવારે શું હૈયાવરાળ ઠાલવી


જેલમાં મજૂરી કામ કરાવવા સાથે સાદુ ભોજન આપવામાં આવતુ હતુ. જેલવાસ દરમિયાન જ કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. પોતે પાકિસ્તાની જેલમાં હોવાની માહિતી ઘરવાળા સુધી બે થી ત્રણ પત્રો લખ્યા, જેમાંથી ફકત એક જ પરિવારજનોને મળ્યો હતો. દરમિયાન જીતુના પિતા નાદુરસ્ત તબિયતને કારણે ઓખાથી ઘરે પરત ફર્યા હતા. જીતુ સીઝન પૂરી થવા બાદ પણ ઘટે ન આવતા તેના પિતરાઈ ભાઈ વિજય રાઠોડે તેને શોધવાના પ્રયાસ આરંભ્યો હતો. જેમાં ત્રણ વર્ષ ઓખા અન બે વર્ષ મુંબઈ જઈને જીતુને શોધ્યો હતો, પણ જીતુ ન મળતા નિરાશ થયો હતો. 


'જેમને મળવા ગુજરાતમાં અનેક તલપાપડ છે, 'નીતિન કાકા' એ કહ્યું; મને બાગેશ્વરમાં રસ નથી'


બીજી તરફ જીતુ પાકિસ્તાનની જેલમાં હતો, ત્યારે જ તેના માતા અને પિતા બંનેનું અવસાન થયુ હતુ. જેથી તેની નાની બહેન શીલા ભાઈ આવશે કે કેમ એની ચિંતામાં બાધા પણ રાખી હતી. રક્ષાબંધન પર રાખડી કોને બાંધેની ચિંતામાં હૃદય ભરાઈ આવતુ, ત્યારે માસીના દિકરાને રાખડી બાંધી જીતુની રક્ષા થાય એવી પ્રાર્થના કરતી રહેતી હતી. 


મધ્યમ વર્ગમાં જન્મેલા બાળકો માટે ખુશખબર, વાલીઓએ હવે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી!


હાલમાં જ્યારે પાકિસ્તાનમાંથી ભારતીયોને છોડવામાં આવ્યા, ત્યારે જીતુની બોટમાં પકડાયેલા તમામ 9 લોકો પણ પોતાના ઘરે પહોંચ્યા છે. જેમાં રાત્રે અઢી વાગ્યે માતા પિતાને મળવાની આશમાં પગપાળા જીતુ ઘરે પહોંચ્યો, તો દરવાજા પર તાળુ હતું. પડોશીઓ અને પિતરાઈ ભાઈના પરિવારને પૂછ્યું તો માતા પિતાના અવસાન થયા હોવાની વાત કરી, તો જીતુ અશ્રુધારા સાથે ભાંગી પાડયો હતો. પિતરાઈ ભાઈના પરિવાર અને મિત્રોએ તેને સધિયારો આપ્યો હતો.


ગુજરાતમાં સરકાર બદલાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ, જવાબદાર કોણ?


પાકિસ્તાનની જેલમાંથી પરત ફરેલા જીતુ રાઠોડે ઘરે આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ઓખાથી માછલી પકડવા ગયા, ત્યારે ક્યારે અને કેવી રીતે પાકિસ્તાનની જળ સીમામાં પહોંચ્યા અથવા પાકિસ્તાનની જળ સીમા હતી કે કેમ એનો ખ્યાલ જ ન હોવાનું જીતુએ જણાવ્યું. પાકિસ્તાની નેવી આવી અને જવાનો બોટ પર ચઢી ગયા હતા. બાદમાં માર મારીને તેમની બોટ પર લઈ જઈ બે દિવસ રાખ્યા અને પછી જેલમાં લઇ ગયા હતાં જેલમાં કોઈ તકલીફ ન પડી, કોઈ ભૂલ કરે તો મારતા હતા, પણ મે ભૂલ કરવાને બદલે જે કામ આપે એ કર્યુ હતુ. ઘરે મારી લાશ આવશે એવું લાગતું હતું, પણ જેલમાંથી મુક્તિ મળીને ઘરે આવ્યો તો માતા પિતા બંને ના અવસાન થતા મારા જીવનના આધાર ગુમાવ્યાનો રંજ છે. પરંતુ બહેન છે એની ખુશી છે, નવું જીવન મળ્યું છે એને જીવીશ. હવે બોટમાં ક્યારેય નહીં જાઉં, અહીં જ ખેતીમાં મજૂરી કે અન્ય કામ કરીશ.


સૌરાષ્ટ્રવાસીઓ ખાસ વાંચે! શું તમને પણ લીલા મરચાં ખાવાની ટેવ છે? રિસર્ચમાં થયો ખુલાસો


માતા પિતાને સારૂ જીવન આપવાની આશાએ જીતુ દરિયામાં ખલાસી તરીકે ગયો, પણ નસીબ સંજોગે દરિયામાં માછીમારી કરતા પાકિસ્તાની નેવી પકડી ગઈ અને 5 વર્ષ જેલમાં કાઢવા પડ્યા. પાકિસ્તાનથી પરત ફર્યો તો માતા પિતા જ ન હતા. ત્યારે એકલા પડેલા જીતુએ ભાઈ અને બહેનના સથવારે જીવનને ફરી જીવવાનું શરૂ કર્યુ છે.


Jugaad Video: જૂની બાઇકને ટ્રેક્ટરમાં ફેરવી નાખી, ખેડૂતે કર્યો જબરો જુગાડ, જોઈ લો