ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમાં વાત કરો છો? તો આ વાંચો! સુરતના શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાવ્યા
સુરતના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જ્ઞાન સહાયક શિક્ષક રાજેશ ધંધુકિયા ગત 18 સપ્ટેમ્બરની સવારે વાપીના વાઘછીપા ગામે બદલીની શાળા જોવા માટે જઈ રહ્યા હતા. સુરતથી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં ભીડ વધુ હોવાને કારણે રાજેશ ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા.
ધવલ પરીખ/નવસારી: ચાલતી ટ્રેનમાં બારી કે દરવાજા પાસે ઉભા રહી હાથમાં મોબાઈલ કે મોબાઈલ પર વાત કરતા લોકોને ઝાપટ મારીને મોબાઈલ ઝુંટવી લેનારા રીઢા ગુનેગારને નવસારી LCB પોલીસે બાતમીને આધારે તેના સાથીદાર સાથે ઝડપી પાડ્યો હતો. 15 દિવસ અગાઉ નવસારીના વિજલપોર પાસે આ બંને બદમાશોએ ટ્રેનના દરવાજા ઉપર બેસી મોબાઈલ ઉપર વાત કરતા શિક્ષકને ચાલુ ટ્રેને ઝાપટ મારી, મોબાઇલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શિક્ષક ચાલતી ટ્રેને નીચે પડતા, તેમણે ડાબો પગ ખોવાની નોબત આવી હતી.
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું જોતા હોવ તો ખુશખબર; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
સુરતના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જ્ઞાન સહાયક શિક્ષક રાજેશ ધંધુકિયા ગત 18 સપ્ટેમ્બરની સવારે વાપીના વાઘછીપા ગામે બદલીની શાળા જોવા માટે જઈ રહ્યા હતા. સુરતથી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં ભીડ વધુ હોવાને કારણે રાજેશ ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા. નવસારીના વિજલપોર પાસેથી પસાર થતી વેળા તેઓ મોબાઇલ ઉપર વાત કરી રહ્યા હતા. એ સમયે અચાનક તેમના હાથ ઉપર કોઈએ ઝાપટ મારી મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમનો મોબાઇલ પડી ગયો.
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
પરંતુ ઝાપટ મારનારનો હાથ રાજેશની બેગમાં ભેરવાતા તેઓ પણ ઝટકા સાથે નીચે પટકાયા હતા. જેમાં રાજેશનો ડાબો પગ ટ્રેનમાં આવી જતા તેઓ ગંભીર રીતે ગવાયા હતા. ઘટના બાદ ચેઈન સ્નેચરો ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા. જ્યારે આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચી શિક્ષક રાજેશ ધંધુકીયાને 108 એમ્બ્યુલન્સની મદદથી નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનો ડાબો પગ કાપવા પડ્યો હતો.
ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા
સમગ્ર ઘટનામાં શિક્ષક રાજેશ ધંધુકિયાની ફરિયાદને આધારે રેલવે પોલીસે તપાસ આરંભી હતી. જોકે નવસારી પોલીસનો વિસ્તાર પણ લાગતો હોવાથી નવસારી LCB ની ટીમ પણ સક્રિયતાથી શિક્ષકની જિંદગી બગાડનારા આરોપીઓને શોધવા માટે મંડી પડી હતી. LCB ની ટીમે બાતમીદારો સાથે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. નવસારીથી સુરતના ઉધના સુધીના અંદાજે 200 CCTV કેમેરા તપાસ્યા બાદ પોલીસને મોબાઈલ સ્નેચર સુધી પહોંચવાની કડી હાથ લાગી હતી.
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
દરમ્યાન મોબાઈલ સ્નેચરો નવસારીના જલાલપોર વિસ્તારના તાસ્કંદ નગર આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી મળતા LCB પોલીસે ઘટના સ્થળે પહોંચી, મુળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં રહેતા વિકાસ ઉર્ફ કન્નુ રાજપુત તેમજ તેની સાથે તેના સાથી સૂરજ ઉર્ફે કાલુ જયસ્વાલને દબોચી લીધા હતા. આરોપીઓએ શિક્ષકને હાથ મારી મોબાઇલ ઝૂંટવ્યો હતો અને શિક્ષક પડ્યો ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થયા હોવાની કબુલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી રેલ્વે પોલીસને સોંપવાની તજવીજ હાથ કરી છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
પોલીસ પકડમાં આવેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. સુરતમાં રહેતો વિકાસ રાજપુત ચોરી, ધાડ, લૂટ, મોબાઇલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપવામાં માહિર છે. અત્યાર સુધીમાં વિકાસ સામે સુરત પોલીસના ચોપડે 25 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેની સાથેનો સૂરજ જયસ્વાલ નવો સવો ગુનેગાર બન્યો છે. જોકે તેના સામે પણ નવસારી અને સુરતમાં બે ગુના નોંધાયા છે. વિકાસ સુરતથી મુંબઈ સુધી અલગ અલગ ટ્રેનોમાં ફરતો રહે છે અને મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપે છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને એક મોપેડ કબજે કર્યું છે. જોકે તેમની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એની તપાસ રેલ્વે પોલીસ કરશે.