Navsari News ધવલ પારેખ/નવસારી : આજનો જમાનો ડિજિટલી છે. શાળા અને બાળકો ડિજિટલી બની રહ્યા છે. શિક્ષણમાં આજે એટલી હરીફાઈ થઈ ગઈ છે કે જો તમે સમય સાથે ન ચાલો તો ઘણા પાછળ રહી જાઓ...આજે મોબાઈલનો જમાનો છે, મોબાઈલ વગર કોઈ રહી શકે તેમ નથી. ત્યારે અમે આપને એક એવી શાળા અને તેના એક એવા અનોખા શિક્ષકની વાત કરીશું. જેઓ સમય સાથે કદમ મિલાવી વિદ્યાર્થીઓને રમકડાથી રમત અને જ્ઞાન બન્ને પિરસી રહ્યા છે. એમના આ રમકડા મોબાઈલને પણ ગરજ સારે છે. ત્યારે કોણ છે આ શિક્ષક?, કેવી રીતે તેઓ પીરસે છે જ્ઞાન?...કેવી રીતે વિદ્યાર્થીઓને રાખે છે મોબાઈલથી દૂર?...જુઓ ગજબના શિક્ષણનો ગજબ શિક્ષકનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવા શિક્ષક જે જ્ઞાન સાથે કરે છે ગમ્મત
એવા શિક્ષક જે રમકડાથી આપે છે જ્ઞાન
એવા શિક્ષક જેઓ સારે છે મોબાઈલની ગરજ
એવા શિ
ક્ષક જે અઘરા વિષયોને બનાવી દે છે સરળ


એક શિક્ષક ધારે તો શું ન કરી શકે?...એક શિક્ષક રાજા પણ બનાવી શકે અને રંક પણ બનાવી શકે. શિક્ષક કોઈને રાષ્ટ્રપતિ તો કોઈને રસ્તે રખડતો વ્યક્તિ પણ બનાવી શકે છે. તેથી જ સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓળંગી જગતને વર્ગખંડમાં લઈ આવતો હોય છે. કંઈક આવું જ કામ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ કેલિયા ગામના એક શિક્ષક કરી રહ્યા છે. આજના જમાનામાં કોઈ પણ બાળક કે વિદ્યાર્થી મોબાઈલ વગર રહી શક્તો નથી. ત્યાં આ શિક્ષકે વિદ્યાર્થીઓને મોબાઈલની લત છોડાવા માટે એક નવી જ તરકીબ અપનાવી...હેમંત પટેલ નામના આ શિક્ષકે નકામી વસ્તુઓ ભેગી કરીને તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દીધી...જાતભાતના એવા રમકડા તૈયાર કર્યા કે જેનો ઉપયોગ તેઓ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયો શીખવવા માટે કરી રહ્યા છે. જોવામાં સામાન્ય પરંતુ અભ્યાસમાં ઉત્તમ આ રમકડા અંતરિયાળ આદિવાસી વિદ્યાર્થીઓ માટે એટલા પ્રિય થઈ ગયા છે કે વિદ્યાર્થીઓને રમકડાની લત લાગી ગઈ છે.


લગ્નની તારીખ નક્કી થયા બાદ સગાઈ તૂટતા યુવતીનો આપઘાત, રડાવી દે તેવી સ્યૂસાઈડ નોટ છોડી


અલગ અલગ 42 જે રમકડા બનાવવામાં આવ્યા છે, તેનાથી ગણિત-વિજ્ઞાનના સુત્રો, ગતિના નિયમો, છેદીકા અને ગાણિતિક સુત્રો શિખવામાં વિદ્યાર્થીઓને સરળતા થઈ ગઈ છે. અને સૌથી મોટી વાત તો એ છે કે શિક્ષકે આ રમકડા વિદ્યાર્થીઓ પાસેથી જ બનાવડાવ્યા છે. જેનાથી બાળકોમાં પણ કલ્પના શક્તિ અને સર્જનાત્મકશક્તિનો વિકાસ થયો છે. હેમંત પટેલના આ 42 રમકડામાંથી 15 રમકડાને તો GCRTએ પસંદ પણ કર્યા છે. જેના કારણે ગુજરાતની અન્ય પણ શાળાઓમાં આ રમકડાનો ઉપયોગ થઈ શકે છે. 


કેવા છે આ અનોખા રમકડાં? 


  • ગણિત-વિજ્ઞાનના સુત્રો, ગતિના નિયમો, છેદીકા

  • ગાણિતિક સુત્રો શિખવામાં વિદ્યાર્થીઓને સરળતા 

  • શિક્ષકે રમકડા વિદ્યાર્થીઓ પાસેથી જ બનાવડાવ્યા 

  • બાળકોમાં પણ કલ્પના શક્તિ, સર્જનાત્મકશક્તિનો વિકાસ થયો 

  • 42 રમકડામાંથી 15 રમકડાને તો GCRTએ પસંદ પણ કર્યા છે


સરકાર ભાર વિનાના ભણતરની વાતો કરે છે. પરંતુ સાચુ ભાર વિનાનું ભણતર આ જ છે. વિદ્યાર્થીઓને કોઈ પણ વિષયમાં રસ પડવો જરૂરી છે. જો રસ પડે તો જ તે વિષયને તેઓ સારી રીતે શીખી શકે છે. આ રમકડાથી આદિવાસી વિદ્યાર્થીઓ અઘરા વિષયને પણ સરળતાથી સમજતા થયાં છે. સાથે જ આ રમકડાથી રમત તો કરી જ શકાય છે. એટલે કે રમત સાથે જ્ઞાન આપવાનું ઉત્તમ કામથી વિદ્યાર્થીઓ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 


આગાહી પહેલા આવ્યો વરસાદ, આજથી સતત ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


સમય સાથે બદલાતા શિક્ષણમાં ટેક્નોલોજીનો મોટો રોલ હોય છે. પરંતુ દરેક વિદ્યાર્થીઓ આ ટેક્નોલોજી મેળવી શક્તા નથી. તેના અનેક કારણો છે. ત્યારે બાળકોના સર્વાંગી વિકાસ માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષકના આ નવા ઈનોવેશને શિક્ષણવિદો આવકાર આપી રહ્યા છે.  


બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે. આ જ બાળકો મોટા થઈને દેશના વિકાસમાં યોગદાન આપે છે. બાળકોના સર્વાંગી વિકાસનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ નંખાતો હોય છે. તેથી આપણે એવું કહીએ છીએ કે જેનો પાયો કાચો રહી જાય તેને આગળ જતાં બહુ સમસ્યાઓ પડતી હોય છે. ત્યારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારે શિક્ષણ આપી હેમંત પટેલે એક સાચા ગુરુ અને શ્રેષ્ઠ શિક્ષકની વ્યાખ્યાની સિદ્ધ કરી છે. તેમના રચનાત્મક અને સર્જનાત્મક ઈનોવેશનની ઝી 24 કલાક પણ સલામ કરે છે. 


રૂપાલાની ક્ષત્રિયોને શીખામણ : વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, સંયમથી કામ લેજો