અતુલ તિવારી/અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા નવી યુનિવર્સીટીઓને મંજૂરી અપાતા GTU હસ્તક રહેલી કોલેજો અને બેઠકો પર નકારાત્મક અસર પડી રહી છે, જેનું મુખ્ય કારણ વડોદરામાં આવેલી સિગ્મા કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો મળતા GTUથી ડીએફિલિએટ થઈ હતી. જેથી આગામી શૈક્ષણિક સત્રથી GTU હસ્તક રહેલી 14 કોલેજો ડીએફિલિએટ થઈ છે. GTU હસ્તકથી ડીગ્રી એન્જીનીયરીંગ, ડિપ્લોમા એન્જીનીયરીંગ, ફાર્મસી, MBA ની 3 - 3 કોલેજો તેમજ MCA ની બે કોલેજો ડીએફિલિએટ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં હવે કોણ બની શકશે કુલપતિ, હવે આ પ્રક્રિયાથી થશે પસંદગી


GTU હસ્તક રહેલી 14 કોલેજો ડીએફિલિએટ થઈ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું હતું કે કેટલીક કોલેજોને સરકારે યુનિવર્સિટીનો દરજ્જો આપતા GTU હસ્તકથી ડીએફિલિએટ કરાઈ છે. 344 કોલેજોમાંથી 14 કોલેજો ડીએફિલિએટ થતા GTU પાસેથી 1,775 જેટલી બેઠકો ઘટી છે. 330 કોલેજોમાં હવે 77,500 જેટલી બેઠકો GTU પાસે બચી છે, જેના પર આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન ACPC તેમજ ACDPC દ્વારા પ્રવેશ કાર્યવાહી કરાશે.


અહી જેટલો પ્રસાદ ખાવો હોય એટલો ખાવો, પણ બહાર ન લઈ જતા, મહુડીમાં એવુ કેમ કહેવાય છે?


આ કોલેજોમાં બેઠકો ઘટશે
GTU ના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, 14 કોલેજો ડીએફિકીએટ થતા 1775 બેઠકો ઘટશે, પરંતુ નવી કોલેજો આવતા તેમજ કેટલાક કોર્સની બેઠક વધારવા કેટલીક કોલેજોએ માંગ પણ કરી છે એટલે બેઠકો પણ વધશે. GTU હસ્તકથી સૌથી વધુ ડિપ્લોમાં એન્જીનિયરિંગની 3180, ડીગ્રી એન્જીનીયરીંગની 1776, ફાર્મસીની 366, MBA ની 330 તેમજ MCA ની 120 બેઠકો કોલેજો ડીએફિલિએટેડ થતા ઘટી છે. 


'રસ્તા પર નમાઝ અદા કરનારા મૂર્તિ ઉપાસક કેવી રીતે હોઈ શકે, પ્રિયંકાને મેં જોઈ છે'


નવી કોલેજો ખોલવા 13 અરજીઓ મળી
GTU એફિલિએટેડ નવી કોલેજો ખોલવા 13 અરજીઓ મળી છે. તમામ કોલેજોની મંજૂરી માટે AICTE ના ધારાધોરણ મુજબ નિર્ણય લેવાશે. ડીગ્રી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજ ખોલવા માત્ર એક એક અરજી આવી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઘટતું પરિણામ અને વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાની અસર દેખાઈ છે. પ્રથમવાર GTU પાસે નવા સત્રથી એન્જીનીયરીંગની નવી કોલેજ ખોલવા માટે માત્ર એક એક અરજીઓ આવી છે. બીજી તરફ ફાર્મસીની કોલેજ શરૂ કરવા 4, MCA ની કોલેજ માટે 3 અને MBA ની કોલેજ માટે 2 અરજીઓ આવી છે. 


PMKVY યોજના: ફ્રી ટ્રેનિંગની સાથે અહીં મળે છે સરકારી નોકરીની સોનેરી તક


આ સિવાય બેચરલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરલ એન્ડ વોકેશનલ કોર્ષ માટે 1-1 કોલેજોની અરજી મળી છે. AICTE ની મંજૂરી તેમજ GTU ના ઇન્સ્પેકશન બાદ 13 કોલેજોને કારણે 842 જેટલી બેઠકો નવા સત્ર દરમિયાન વધશે. ડીગ્રી એન્જીનીયરીંગની એક કોલેજને 150, ડિપ્લોમા એન્જીનીયરીંગની એક કોલેજને 330, ફાર્મસીની 4 કોલેજોને 90, MCA ની 3 કોલેજોને 80, MBA ની 2 કોલેજોને 90 તેમજ બેચરલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરલ એન્ડ વોકેશનલ કોર્ષ માટે 1-1 કોલેજોને 30-30 બેઠક ફાળવવામાં આવશે.


પિતાને અમર બનાવવા પુત્રોએ ક્ષણભરનો વિચાર કર્યા વિના ભેગા થયા અને લીધો મોટો નિર્ણય


ભૂતકાળના અનુભવ તેમજ હાલની જરૂરિયાતને ધ્યાને રાખતા કમ્પ્યુટર એન્જીનીયરીંગની બેઠકોમાં વધારો થઈ રહ્યો છે, તેમજ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ તેમજ EC જેવી એન્જીનીયરીંગની બ્રાન્ચમાં અનેક કોલેજો દ્વારા બેઠકો ઘટાડવા માટે GTU પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. હાલની સ્થિતિએ GTU હસ્તક 343 કોલેજોમાં 78,355 બેઠકો રહેતા, ACPC તેમજ ACDPC દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવશે.