Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી છે, એટલે છાનામાના દારૂની હેરાફેરી થતી રહે છે. ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે બુટલેગરે કપડાના વેસ્ટેજનું નકલી બિલ બનાવી કપડામાં છુપાવી દારૂ મંગાવ્યો હતો, પણ ભાંડો ફૂટી જતા આખું રેકેટ સામે આવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના GST વિભાગને માહિતી મળી હતી કે રાજસ્થાનથી એક ખાનગી ટ્રાવેલ્સમાં ટેક્સ ચોરી કરીને માલસામાન મોકલવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતાની સાથે જ એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને આ ટીમ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સનાથલ સર્કલ નજીક રાજસ્થાનથી આવેલ આ ખાનગી બસને ઉભી રાખવામાં આવી હતી. ત્યાર બાદ બસમાં રાખવામાં આવેલા પાર્સલ તપાસવામાં આવતા હતા. જેમાં આ બે પાર્સલ શંકાસ્પદ લાગતા તેના પર મોકલનારનું નામ 4 બિલ્ટી 752 GST NO.52-10035 અને રાજ ટ્રાવેલ્સ એક્સપ્રેસ B12 ફતેહ સિંહ માર્કેટ, હસનાપુરા પુલિયાની નીચે મેટ્રો સ્ટેશન પાસે જયપુર ફોન નંબર 0141-40097 46, 08769651 FROM JAIPUR TO AHD સાથે જ પાર્સલ લેનારનું બજરંગ કલોથ મો.ન. ૭૬૦૦૪૯૯૮૩૫ સહીત બજરંગ ક્લોથિંગ, 101, પહેલો માળ એમએસ માર્કેટ, કાલુપુર, અમદાવાદ, 380001, GSTIN નંબર: 24AKTPG0684M2ZN ગુજરાતનું અને માલસમાનનું વર્ણનમા ફોક્સ લેંગીનું અને કિંમત 17,955 ની લખેલી હતી. ત્યારે GST ના અધિકારીએ બિલ્ટી અને બિલ જોતા શંકા ગઈ હતી તો પાર્સલ તોડીને તપાસવામાં આવ્યા હતા. તો તેમાંથી વિદેશી દારૂ મળી આવતા સરખેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી. 


સુરત સિવિલમાં દારૂની મહેફિલ! કેમ્પસમાં મોપેડ પર બેસીને આરામથી દારૂ પી રહ્યા હતા યુવક


ત્યારે સરખેજ પોલીસ ઘટના સ્થળ પર પોચી તપાસ કરી તો GST દ્વારા પકડી પાડવામાં આવેલ પાર્સલની તપાસ કરતા પાર્સલમાંથી વેસ્ટ કપડા અને દારુની 300 બોટલો મળી આવી હતી. ત્યારે આ પાર્સલ મોકલનાર અને અમદાવાદમાંથી મંગાવનાર કોણ છે તેને લઈને તપાસ કરી હતી. જેમાં રાજસ્થાનથી મોકલનાર નીરજ બાલચંદાનીનું નામ સામે આવ્યું હતું. આ તપાસમાં અમદાવાદથી પાર્સલ મંગાવનાર કમલેશ ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું. ત્યારે સરખેજ પોલીસે દારૂ મંગાવનાર કમલેશ ગોસ્વામીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. 


ત્યારે વેસ્ટ કાપડની અને નકલી બિલ બિલ્ટીની ઓથમાં દારુની હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કમલેશ આ અગાઉ પણ 30 થી 35 વખત દારુ આ રીતે જ મંગાવી ચુક્યો છે. જેના પુરાવા આરોપીના મોબાઈલમાંથી મળી આવ્યા છે અને આ મંગાવેલ દારૂની એક બોટલ અમદાવાદના સરદાર નગરમાં 250 રૂપિયા માં નાના નાના બુટલેગરોને વેચી દેતો હતો.


અલગ અલગ રાજ્ય માંથી અવનવા કિમિયાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે વધુ એક વખત નવો કીમિયો પોલીસ સામે આવ્યો છે.


કચ્છની જેલમાં બુટલેગરની દારૂ પાર્ટી, નીતા ચૌધરી સાથે ઝડપાયેલ યુવરાજ જેલમાં કરતો જલસા