હળાહળ કળીયુગ!! સગા ભાઈ-બહેન વચ્ચે પાંગરેલા અનૈતિક સંબંધોનું પરિણામ હતું સુરતમાં મળેલી બાળકી
બે દિવલ પહેલા સુરતના પનાસ ગામે તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. પતંગના દોરામાં લપેટાઈ બાળકીને 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. જેના બાદ પોલીસે તેના માતાપિતાને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. આખરે બાળકીના માબાપનું પગેરુ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, ત્યજી દેવાયેલી આ બાળખી સગા ભાઈ-બહેનોના અનૈતિક સંબંધોનું પરિણામ હતું. બંને ભાઈ-બહેન સગીર વયના છે. ત્યારે પોલીસ બંનેની અટકાયત કરી છે.
સુરત :બે દિવલ પહેલા સુરતના પનાસ ગામે તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. પતંગના દોરામાં લપેટાઈ બાળકીને 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. જેના બાદ પોલીસે તેના માતાપિતાને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. આખરે બાળકીના માબાપનું પગેરુ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, ત્યજી દેવાયેલી આ બાળખી સગા ભાઈ-બહેનોના અનૈતિક સંબંધોનું પરિણામ હતું. બંને ભાઈ-બહેન સગીર વયના છે. ત્યારે પોલીસ બંનેની અટકાયત કરી છે.
Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો
સુરતના પનાસ ગામે બનેલી ચોંકાવનારી ઘટના એવી છે કે, ઉત્તરાયણના બીજા દિવસે 17 જાન્યુઆરીના રોજ 15 વર્ષની એક કિશોરીને પનાસ ગામના SMC કવાટર્સ નજીક કચરાપેટીમાં એક બાળકી મળી આવી હતી. આ બાળકી પતંગના દોરામાં લપેટાયેલી હતી. ત્યારે 108ની મદદથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તાજી જન્મેલી બાળકી સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ઉમરા વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેન વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. બાળકીને જન્મ આપનાર બહેન 17 વર્ષની હતી, જ્યારે ભાઈ 15 વર્ષનો હતો. ગર્ભ રહી ગયા બાદ શુક્રવારે બહેને બાળકીને જન્મ આપ્યો હતો. ઉમરા પોલીસે હાલ બહેન-ભાઈની અટકાયત કરી છે. બંન્નેએ પોલીસ સમક્ષ પોતાના સંબંધોને સ્વીકાર્યા છે. જોકે, ભાઈ સગીર હોવાથી યોગ્ય કલમો હેઠળ તેની ધરપકડ કરાશે.
સમગ્ર હકીકત સામે આવ્યા બાદ પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. હળાહળ કળીયુગ અને સામાજિક વિટંબણાનો વરવો પુરાવો આપતો આ કિસ્સો જાણીને દરેક કોઈ વિચારમાં મૂકાઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube