ચેતન પટેલ/સુરત :સુરતમાં લોકડાઉન (Lockdown2) દરમિયાન અનોખો કિસ્સો સામે આવ્યો છે. જન્મના 17 દિવસ બાદ બેગ્લોરના દંપતીએ પુત્રીનું મોઢું જોયું છે. સરોગેટ મધરથી પુત્રી પ્રાપ્ત કરનાર માતાપિતા સુરત (Surat) આવી ન શક્યા, તેથી સુરતથી એર એમ્બ્યુલન્સમાં બાળકીને માતાપિતા સુધી પહોંચાડાઈ હતી. 


ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો..... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષ પહેલા બેંગલોરનું દંપતી માતૃત્વ મેળવવા માટે સુરત આવ્યું હતું. જેમાં મહિલાના ગર્ભાશયમાં થોડી સમસ્યા હતી, જેથી તેને સેરોગસીથી ગર્ભધારણ કરવાની સલાહ આપવામાં આવી હતી. સેરોગેટ માતા ગર્ભવતી બન્યા બાદ તેણએ 29મી માર્ચે બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ વચ્ચે જ લોકડાઉન આવી જતા બેંગલોરમાં રહેતા માતાપિતા પોતાની દીકરીને મેળવી શક્યા ન હતા. બાળકી અને માતાપિતા લોકડાઉનમાં ફસાયા હતા. આ વચ્ચે વીડિયો કોલ દ્વારા માતાપિતાને તેમની બાળકીનો ચહેરો બતાવવામા આવતો હતો. 


આખરે 17 દિવસ બાદ દિલ્હીથી બાળકી માટે એર એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી હતી. બાળક તેના માતાપિતાને મળી શકી હતી. આ પ્રસંગે કલેક્ટર તથા એરપોર્ટ સ્ટાફની મદદથી બાળકી તેના પરિવાર પાસે પહોંચી શકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર