નવા ડોક્ટરોએ હવે ફરજિયાત એક વર્ષ ગામડાઓમાં સેવા આપવી પડશે
ગ્રામ્ય વિસ્તારમાં હવે નવા તબીબોને એક વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે. અને પાંચ લાખનો બોન્ડ અને 300 રૂપિયાના સ્ટેમ્પ પર 15 લાખની બાંહેધરી આપવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. અને જો મેડિકલનો વિદ્યાર્થી એક વર્ષ ગ્રામ્ય સેવા ન બજાવે તો 20 લાખની રકમ સરકારને આપવી પડશે.
અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં હવે નવા તબીબોને એક વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે. અને પાંચ લાખનો બોન્ડ અને 300 રૂપિયાના સ્ટેમ્પ પર 15 લાખની બાંહેધરી આપવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. અને જો મેડિકલનો વિદ્યાર્થી એક વર્ષ ગ્રામ્ય સેવા ન બજાવે તો 20 લાખની રકમ સરકારને આપવી પડશે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ સુધારો આ વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો છે. સરકારને આશા છે કે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં તબીબો મળી રહેશે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સેવા ન આપનારે સરકારને 20 લાખ રૂપિયાનો દંડ આપવો પડશે. તબીબી રૂપિયા ન ભરે તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ નવા તબીબને પ્રેક્ટીસનું પ્રમાણપત્ર નહીં આપે તેવો સુધારો કરવામાં આવ્યો.
શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ
સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારો ગુજરાત સરકારની ઓછી ફીમાં અભ્યાસ કરીને ડોક્ટર બનતા વિદ્યાર્થીઓને લાગુ પડશે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરીને ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે નહિ. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્યણને કારણે ગ્રામ્ય વિસ્તારને પણ તબીબો મળી રહેશે.
LIVE TV....