અમદાવાદ : રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનું અમલ ચાલુ થવા જઇ રહ્યો છે. નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આરટીઓ, પોલીસ સહિતનો સમગ્ર તંત્ર સજ્જ છે. આરટીઓમાં લાયસન્સ માટે વાહન ચાલકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાહનો દ્વારા પણ એચએસઆરપી નંબર પ્લેટ માટે અરજી આપી દેવામાં આવી છે જો કે હજી સુધી પ્લેટ પણ આવી નથી. જેના કારણે લોકોમાં નિયમ લાગુ થવાની આગલી રાત્રે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાત
આ અંગે ગુજરાત સરકારમાં મંત્રી આરસી ફળદુએ જણાવ્યુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ કડકરીતે લાગુ કરવામાં આવશે. કાયદા અનુસાર કડક અમલવારી કરવામાં આવશે. હેલમેટ નહી પહેરનારા ચાલકોને દંડવામાં આવશે.હેલમેટ નહી પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલાશે અને બીજી વખત 1000 દંડ વસુલવામાં આવશે. જો કે પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલમેટ ફરજીયાહ નહી હોય. જો કે ત્રિપલ સવારી માટે દંડ વસુલવામાં આવશે. સીટ બેલ્ટવગર વાહન ચલાવનાર ચાલકને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારનાં કાયદામાં 1000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.


નવા વર્ષના દિવસે બ્રેઈનડેડ થયેલા 9 વર્ષના સમીરને કારણે 5 લોકોને નવુ જીવન મળ્યું

RC બુક સાથે હોવી ફરજીયાત
આરસીબુક દરેક વાહન ચાલકે સાથે રાખવી ફરજીયાત છે. જો આરસીબુક વગર પકડાશે તો પહેલીવાર 500 રૂપિયા જ્યારે બીજી વખતે 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત જેમ વાહન મોટુ થતું જશે તેમ તેમ દંડની રકમ પણ મોટી થતી જશે. 


વેકેશન હોવાથી 5 મિત્રો નારેશ્વર ફરવા આવ્યા હતા, નર્મદા નદીમાં 2 ડૂબ્યા, 3ને બચાવી લેવાયા
કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો નહિ આવે, રાજ્ય સરકારે આપી મહત્વની સૂચના
લાયસન્સ વગર વાહન ચલાવવું
લાઇસન્સ વગર વાહન ચલાવનારને 2000 અને 3000 રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદામાં 5000 રૂપિયાનાં દંડની જોગવાઇ કરવામાં આવી છે. 


‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી

મોબાઇલ પર વાત કરવી
ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા બદલ પહેલી વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ ફટકારાશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તથા ટ્રાફક પોલીસની દંડ વસુલવાની સત્તા રહેશે. જો કે ખાસ પ્રકારના દંડ અને માંડવાળ કરવા અંગેની તમામ સત્તાઓ માત્ર કોર્ટ પાસે જ રહેશે. 


કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર

વાહન નિશ્ચિત સ્પીડમાં જ ચલાવવું પડશે. 
ભયજનક રીતે વાહન ચલાવવા બદલ ટુ અને થ્રી વ્હીલરને 1500, અન્ય નાના વ્હીકલને 3000 અને ભારે વાહનને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સ્પીડ માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 60 કિલોમીટરથી વધારેની સ્પીડથીને ઓવરસ્પીડ ગણવામાં આવશે.