અમદાવાદ: ફિઝુ (Fizu) ની હત્યા (murder) ના પ્રયાસ કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ (Raman Patel) સહિત તમામ સામે પુત્રવધુ ફિઝુએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિઝુની માસીએ ક્રાઇમ બ્રાન્ચએ રિકવર કરેલા 2.54 કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને પરત ખેંચી લીધી છે અને હવે આગામી દિવસોમાં સેશન કોર્ટમાં નવેસરથી અરજી કરી શકે છે. બીજી તરફ આ કેસ રમણ પટેલ (Raman Patel) અને દશરથ પટેલ (Dasharath Patel) સામે ચાર્જશીટ થયા બાદ હવે આ કેસમાં તમામ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરી કેસ ચલાવવાની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100થી વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો દાવો


આ તરફ સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, આ કેસ રજિસ્ટર્ડ થયા બાદ ચાર્જશીટ થઇ હતી અને કેસ કમિટ થઇ ગયો છે તેથી આ અરજી હવે આ કોર્ટમાં ટકી શકે નહીં. ત્યારબાદ નિમાબહેનના વકીલે સેશન્સ કોર્ટમાં નવેસરથી અરજી કરીશું તેમ કહીને મુદ્દામાલ અરજી પરત ખેંચી હતી. જેથી હવે સેશન્સ કોર્ટમાં મુદ્દામાલ માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.  


બીજી તરફ આ કેસમાં ચાર્જ ફ્રેમની કામગીરી ઝડપી ન થાય તે માટે રમણ પટેલ અને દશરથ પટેલે ડિસ્ચાર્જ અરજી પણ કોર્ટમાં કરી છે. જેમાં તેમણે બિન તોહમતદાર છોડી મુકવાની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી છે. જે મામલે વિરોધ કરતો જવાબ પણ તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ મામલે આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube