અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ  સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ  જે. પી. નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે,  સી.આર. પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને  સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: કોરોનાનાં નવા 998 કેસ, 777 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા


મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,  સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અવશ્ય ખૂબ વિકાસ સાધશે, તેમજ સંગઠનનો વ્યાપ વધશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે  સી.આર. પાટીલની નિમણૂંકને સૌ આવકારે છે.


રાજ્યમાં શાળાઓ શરૂ કરવા બાબતે કોઇ ઉતાવળ નહી કરાય, ફી મુદ્દે શાળાઓ સામે પગલા લેવાશે

પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ પણ આવકાર આપ્યો
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ નવ નિયુક્ત પ્રમુખ સી.આર પાટીલને અભિનંદન પાઠવ્યા હતા. સી.આર પાટીલ બુથ સ્તરથી સાંસદ સ્તર સુધી અને પ્રદેશની ટીમમાં પ્રભારી તરીકે તેઓ કામગીરી કરી ચુક્યા છે. લોકપ્રિય સાંસદ સી.આર પાટીલવ પર રાષ્ટ્રીય નેતૃત્વએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમની નિયુક્તિને આવકારુ છું. રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર પણ માનુ છું કે, મને પક્ષની સેવા કરવા માટેની તક આટલી નાની ઉંમરે આપી છે. તમામ પદાધિકારોનો આભાર માનુ છું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube