અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાંતની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે ત્રણ દિવસની આગાહી કરી છે. 


હવામાન નિષ્ણાંતે કહ્યું કે રાજકોટ, ભાવનગર, સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે, જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે. તેમણે કહ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. 


ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઊડી, ગુજરાતના વાતાવરણમાં પલટો


કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે.. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.