હિતલ પારેખ, ગાંધીનગર: તાજેતરમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો. આજે સ્વયં સેવા દળ દ્વારા ગાંધીનગરમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે રેલી અંગે કોઇ પરવાનગી લીધી ન હોવાથી પોલીસ દોડી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની ચૂંટણી સભા બાદ વિરોધના સૂર ઉભા થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર જાતિ વાચક શબ્દ ને પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે ફેસબૂક મા માફી પણ માંગી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નોવિરોધ કરવા આવેલા એસ એસ ડી ના કાર્યકરોની પોલીસ દ્વારા મોટાપાયે અટકાયત કરવામાં આવી હતી. 


જોકે સ્વયં સૈનિક દળ દ્વારા માંગણી કરવામાં આવી કે જ્યારે કોઈ સામાન્ય માણસ જાતિવાચક શબ્દો બોલે છે ત્યારે તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે છે પણ નાયબ મુખ્યમંત્રી જેવા વ્યક્તિ દ્વારા અને રાજનેતા દ્વારા આ શબ્દો બોલ્યા પછી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે પગલાં ભરવા જોઈએ. તેવી સ્વયં સૈનિક દળના આગેવાન ચંદ્રમણી દ્વારા માંગણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સામે કોઈપણ જાતની મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયત્ન કરતા ગાંધીનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube