હિતલ પારેખ ગાંધીનગર: એસટીના કર્માચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આગામી 1 એપ્રિલથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. તથા શિક્ષકોની સમસ્યાઓ લઇને પણ રાજ્ય સરાકારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં એસટી કર્મચારીઓને 300 કરોડનું એરિયર ચૂકવામાં આવશે. જે કર્માચરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવશે. શિક્ષકોના અને એસ.ટી.યુનિયન ના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસટીના કર્માચારીઓના ગ્રેડ પેમાં થયો વધારો 
થોડા દિવસ પહેલા એસટીના તમામ કર્મચારીઓ તેમની માગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા હતા. અને તેમની માગ પૂર્ણ કરવા માટે સરકારને અપીલ કરી હતી. તે દરમિયાન એસટી યુનિયનના સભ્યોને સરકારે બાહેધરી આપી હતી, કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા એસટીના તમામ કર્મચારીની માગને સ્વિકારવામાં આવશે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં રચાયેલી ૩ સભ્યોની કમિટીના અન્ય સભ્યો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ મંત્રી આર.સી.ફળદુની કમીટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. એસટીના કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભ 1-4-2018થી આપવામાં આવશે.


મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગશે, 2 લાખ લોકો થશે બેરોજગાર


ગુજરાત એસ.ટીમાં ફરજ બજાવતા ડ્રાઇવરના ગ્રેડ પે વધારો કરવામાં આવ્યો છે. ડ્રાયવરના ગ્રેડપેમાં 1650થી વધારી 1800 કરાયો છે. જ્યારે કંડક્ટરોના ગ્રેડ પેમાં પણ વધારો કરીને 1400થી વધારી 1650 કરવામાં આવ્યો છે. નીતિન પટેલની અક્ષ્યતામાં રચાયેલી કમીટીમાં લેવામાં આવેલા નિર્ણયમાં સાતમા પગાર પંચની અમલવારી એપ્રિલ 2019ના પગારથી ચુકવવામાં આવશે  એરીયસ ત્રણ હપ્તેથી જુન ઓગસ્ટ અને ઓક્ટોબર 2019માં ચુકવાશે. એસ.ટી.નિગમને સાતમા પગાર પંચનો લાભ ૧-૪-૨૦૧૮ થી લાગુ પડશે અને દસ વર્ષનું પગાર પંચ રહેશે જે 2026 સુધી રહેશે.



શિક્ષકોની નોકરી સળંગ ગણવાનો નિર્ણય
શિક્ષકોની નોકરીનો સમયગાળા અને નિવૃત્તનો ગાળો‌ સળંગ ગણી જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. ૧-૪-૨૦૧૯થી ઉચ્ચતર પગાર ધોરણના લાભો મળશે તથા નોકરી સળંગ ગણવામાં આવે તેનો પણ લાભ શિક્ષકોને આપી દેવામાં આવશે. મહત્વનું છે, કે શિક્ષકને એરિયસ ચૂકવવામાં નહીં આવે. જ્યારે એસટીના કર્મચારીઓને એરિયર ત્રણ હપ્તામાં ચૂકવાશે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સવા લાખ શિક્ષકોની‌ નોકરી સળંગ ગણવામાં આવશે