આશ્કા જાની/અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલો અત્યાર સુધી ફરિયાદી માતાપિતા, તેમની દીકરીઓ તથા અમદાવાદ આશ્રમના અનુયાયીઓ સામે આવ્યા હતા. ત્યારે હવે એક વિદેશી અનુયાયીએ મોટો ખુલાસો કર્યો છે. વિદેશી અનુયાયીએ વીડિયો (Video) દ્વારા કહ્યું કે, નિત્યાનંદ પુરુષો જ નહિ પણ નાના બાળકોને પણ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તે જેવો દેખાય છે તેવો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશી અનુયાયીએ કહેલી વાત... 
‘‘હું ૨૫ ડિસેમ્બરે પુકેત આઈલેન્ડ ગયો હતો, નિત્યાનંદના જાગૃતિ કાર્યક્રમમાં. ત્યાર બાદ હું મારા કામમાં પાછો ફર્યો હતો. એક મહિના બાદ મને નોકરીમાંથી નીકળી દેવામાં આવ્યો હતો. કારણકે તેમની(નિત્યાનંદ)ની વિરુદ્ધ બોલતા હતા. એમની સામે હું ઉભો થયો અને મને તેમને કાઢી મૂક્યો. ત્યાર બાદ હું ભારતમાં તેમના આશ્રમમાં આવ્યો અને ત્યાં મેં 10 મહિના સુધી સ્વૈછિક સેવા આપી હતી. 4-5 મહિના હું કુંભ મેળામાં ગયો ક્રમાંભ્રમ્ચારી બનવાની રાહમાં જતો હતો. હું 10 મહિના બેરડી આશ્રમમાં રહ્યો. ત્યારે મને ઝટકો લાગ્યો જ્યારે મારા બે પરમ મિત્રોએ આવીને મને કહ્યું કે 'એમને(નિત્યાનંદે) અમારી જોડે શારીરિક સબંધ બાંધ્યો છે' તેમાંથી એક મહિલા હતી અને એક પુરુષ હતો. ફક્ત મહિલા-પુરુષ જ નહિ નાના બાળકો પણ તેણે પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. તે જેવો દેખાય છે તેવો છે નહિ.


કોઈને પણ ચાર કલાકથી વધારે સૂવા માટેની મંજુરી નહોતી, તેનાથી 'કોન્સ્ટન્ટ સ્લીપ દેપ્રીવેન્શન' થતું લોકો ઘણા થાકી જતા હતા. ત્યાં તમને ખરાબ અપ્શબ્દોમાં વાત કરીને બોલવતા. ત્યાં તમારું સૌથી મહત્વનું લક્ષ્ય એક જ હોય છે જેમ બને એમ વધારે પબ્લિકને સંસ્થામાં જોડવી. ગુરુકુળમાં સુંદરએશ્વર્યા નામના બાળકે ગુરુકુળના બીજા છોકરા સાથે ત્રણથી ચાર લાકડાની પટ્ટી લઈને એક કુતરાને મારી નાંખ્યો અને તે બંને એકબીજા સામે જોઈને હસતા હતા. હું આ બધું જોઈને આશ્ચર્યચકિત થયો હતો. ગુરુકુળના બાળકો એકબીજાને ખરાબ રીતે મારતા હતા.


એક મહિલાએ મને કહ્યું કે તેના પર દબાવ નાખવામાં આવે છે અને તેના પર 5૦ ખોટા રેપના આરોપો નિર્દોષ લોકો સામે કરવા માટે મજબૂર કરે છે. અને તે લોકો આના માટે રાત્રે રોવાની અને માયુસ થવાની પ્રેક્ટિસ કરતા હતા. જેનાથી આ બધી વાત સાચી લાગે. આના માટે રોજે મોડી રાત્રે તેમના પર દબાણ કરવામાં આવતું. 50 ખોટા રેપના આરોપો અને તે આવું કરતા હતા. કારણ કે તે યુનાઇટેડ નેશન્સમાં તેમને કોઈ પોઝિશન મળે, તે એવું બતાવા માંગતા હતા કે જોવો અમારા હિંદુઓ પર કેટલો હુમલો થાય છે અમે નબળા છીએ. સૌથી ખરાબ વાત એ કે, શારીરિક સબંધ માટે આ છોકરીનો ઉપયોગ કરતા હતા. બધી વસ્તુ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા, તે લોકો સતત લોકોને પૈસા માટે ફોન કરતા અને હેરાન કરતા જેથી તેમના પ્રોગ્રામમાં લોકો આવે. 


આ બધી વાત મને ગુરુકુળમાં જાણવા મળી. ગુરુકુળની મુખ્ય વાત હતી કે મોટાભાગના લોકોને ગુરુકુળમાં જે થઇ રહ્યું છે તે ગમતું જ ન હતું. સવારે જે બાળકો પૂજા માટે આવતા હતા, તે બાળકોને તમે કેમ્પસની આજુબાજુ આટા મારતા જોવા મળે અમને લોકોને ક્યારેય તેમની સાથે બેસીને ખાવા માટેની અને તેમની જોડે વાત કરવાની પરમિશન મળતી નહિ, આ એક મોટું સિક્રેટ છે કેમ આવું એનું કારણ છે કે અને બધાના પ્રતિભાવો બહાર આવી રહ્યા છે અને ત્યારે ખરેખર સાચી બહાર આવે છે કે તે પોતાના પાવરનો ઉપયોગ કરીને બાળકોને એક રૂમમાં ભૂખ્યા તરસ્યા બંધ રાખતા ખરાબ હાલતમાં. તેમના પૈસા દાન કરીને અમુક વસ્તુઓ તેમના પૈસાથી જાતવા માંગતા હતા. જેમ કે તે લોકો ભગવાન શિવાનું સોનાનું મંદિર બેરડીમાં બનાવશે, વૈધિક લાઈબ્રેરી, યુનિવર્સીટી વગેરે વગેરે પરંતુ કશું થયું નહિ. 


આ કઈ નહિ ફક્ત એક ક્રિમીનલ ઓર્ગેનાઈઝેશન છે. કેમ કે તમે જોવો આમાં બધું કઈ રીતે ચાલી રહ્યું છે, કેવી રીતે ખરાબ વસ્તુઓ થઇ રહી છે, શારીરિક સંબંધ માટે ભોગ બનાવામાં આવે છે, આ એક ગાંડપણું છે, તેનો એક જ પ્લાન છે મને નથી ખબર. પરંતુ આખી દુનિયામાં તેની ઘણી બધી પ્રોપર્ટીઓ છે અને તેને તેનું સામ્રાજ્ય બનાવું, કૈલાસા કૈલાસા આખી દુનિયામાં બનાવું છે...’’