બોટાદમાં ખૂટી પડ્યા ઓક્સિજન બેડ, દર્દીઓને ભાવનગર-અમદાવાદ ખસેડાયા
બોટાદ જિલ્લાની સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મીડું જોવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી રસોઈમાં પણ બેદરકારી જોવા મળી છે. માસ્ક પહેર્યા વગર રસોડાના સ્ટાફ હોસ્પિટલમાં આમતેમ ફરી રહેલો જોવા મળ્યો. કોવિડ 19 હોસ્પિટલના નર્સ સહિત રસોઈ પહોંચાડતો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યા. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓએ આ માહિતી મીડિયાને આપી હતી. ગઈકાલે ઓક્સિજન બેડ ન હોવાના કારણે બોટાદના દર્દી 2 કલાકથી વધુ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ બેઠા રહ્યા. જો આવીને આવી સ્થિતિ રહેશે તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ વધુ વકરી શકે છે.
રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદ જિલ્લાની સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મીડું જોવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી રસોઈમાં પણ બેદરકારી જોવા મળી છે. માસ્ક પહેર્યા વગર રસોડાના સ્ટાફ હોસ્પિટલમાં આમતેમ ફરી રહેલો જોવા મળ્યો. કોવિડ 19 હોસ્પિટલના નર્સ સહિત રસોઈ પહોંચાડતો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યા. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓએ આ માહિતી મીડિયાને આપી હતી. ગઈકાલે ઓક્સિજન બેડ ન હોવાના કારણે બોટાદના દર્દી 2 કલાકથી વધુ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ બેઠા રહ્યા. જો આવીને આવી સ્થિતિ રહેશે તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ વધુ વકરી શકે છે.
સુનિતા યાદવનું વિવાદત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી
બોટાદ જિલ્લામાં આજે કોરોનાના વધુ 3 કેસો પોઝિટિવ આવ્યા છે. બોટાદ શહેરના ખોજવાડીમાં 35 વર્ષીય પુરુષ, 55 વર્ષીય પુરુષ અને પાટી ગામે 65 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. આ સાથે બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસો 156 થયા છે. જ્યારે કે, 99 લોકોને અત્યાર સુધી ડિસ્ચાર્જ કરાયા છે. આજદિન સુધીમાં 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. હાલ જિલ્લામાં કુલ 51 કેસ એક્ટિવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર