• કોંગ્રેસ પાર્ટીના અનેક મોટા નેતાઓના નામ પર દેશમાં મોટાભાગના સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નામ છે

  • ભારતમાં 53 ક્રિકેટ સ્ટેડિયમ છે. દેશમાં કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટરના નામ પર નથી


ઝી મીડિયા/બ્યૂરો :હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (naredra modi stadium) ચારેબાજુથી ચર્ચામાં છે. દેશમાં અલગ અલગ સ્પોર્ટસના મળીને કુલ 135 સ્ટેડિયમ છે. જેમાં જેમાંથી મોટાભાગનાને દિગ્ગજ નેતાઓના નામ આપવામાં આવ્યા છે. પરંતુ દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં છે, પરંતુ કોઈપણ ક્રિકેટરના નામે નથી. દેશમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ટેનિસ અને તમામ રમતોનાં લગભગ 135 સ્ટેડિયમ છે. તેમાંથી 16 સ્ટેડિયમ એવા છે, જેમના નામ પૂર્વ વડાપ્રધાનોનાં નામ પર રખાયેલા છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નામ પર 8 સ્ટેડિયમના નામ રાખવામાં આવ્યા છે. જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામ પર 3-3 સ્ટેડિયમના નામ છે. લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીના નામ પર એક-એક સ્ટેડિયમ છે. પરંતુ આખી જિંદગી ગેમની પાછળ ખર્ચી નાંખનાર પ્લેયર્સના નામ ઈતિહાસમાં ભૂંસાઈ જાય છે. 


આ પણ વાંચો : ‘સોરી મુજે માફ કર દેના...’ લખીને બિહારની વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં આત્મહત્યા કરી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ (congress) પાર્ટીના અનેક મોટા નેતાઓના નામ પર દેશમાં મોટાભાગના સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નામ છે. મોટાભાગના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ (sports complex) ના નામ ગાંધી-નહેરુ પરિવારના નામ પર રાખવામાં આવ્યા છે. દેશમાં એવા કેટલાક 23 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એવા છે જેમના નામ ગાંધી-નહેરુ પરિવારના નામ પર છે. જેમાં સૌથી વધુ 12 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામ પર છે અને 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્વ પ્રધાનમંત્રી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર છે. એક કોમ્પ્લેક્સ ગાંધી સ્ટેડિયમ છે. આ ઉપરાંત 2019માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરૂણ જેટલી સ્ટેડિયમ કરી દેવાયું હતું.


ભારતમાં 53 ક્રિકેટ સ્ટેડિયમ છે. આ દુનિયામાં સૌથી વધુ છે. આપણા દેશમાં કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમ (cricket stadium) ક્રિકેટરના નામ પર નથી. તમામના નામ નેતાઓ, ઉદ્યોગપતિઓ, એડમિનિસ્ટ્રેટર્સના નામ પર રખાયા છે. બે ક્રિકેટ સ્ટેડિયમ એવા છે, જેના નામ ખેલાડીઓનાં નામ પર રખાયા છે. તેમાંથી એક ગ્વાલિયરનું કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમ છે અને બીજું લખનઉનું કેડી સિંહ બાબુ સ્ટેડિયમ છે. દેશમાં બે હોકી સ્ટેડિયમ મેજર ધ્યાનચંદના નામ પર છે અને એક ફૂટબોલ સ્ટેડિયમ પૂર્વ ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયાના નામ પર છે.


આ પણ વાંચો : Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


જીવતેજીવ પણ રખાયા છે સ્ટેડિયમના નામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) કદાચ 7મા એવા વ્યક્તિ છે. જેમના જીવિત રહેતા જ કોઈ સ્ટેડિયમનું નામ તેમના નામ પર રખાયું છે. તેમના પહેલા નવી મુંબઈનું ડી વાય પાટીલ સ્ટેડિયમ, બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નઈનું એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ અને મોહાલીનો આઈએસ બિંદ્રા સ્ટેડિયમનું નામ પણ આ વ્યક્તિઓના જીવિત રહેતા જ રખાયા. તેમના ઉપરાંત મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમનું નામ બોમ્બે (બંબઈ, પછી મુંબઈ) ના ગવ્રનર લોર્ડ બ્રેબોર્નના નામ પર રાખવામાં આવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમનું નામ પણ એસ કે વાનખેડે જીવિત હતા ત્યારે જ રખાયું હતું.


ત્યારે દુખની વાત એ છે કે, ભારતે દુનિયાને દિગ્ગ્જ ક્રિકેટર્સ તથા અન્ય પ્લેયર્સ પણ આપ્યા છે. પરંતુ તેઓને હંમેશા ઈગ્નોર કરવામાં આવતા હોય છે. તેમના નામે ઈતિહાસમાં ભલે ગમે તેટલા રેકોર્ડ હોય, પરંતુ જ્યારે પણ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કે સ્ટેડિયમના નામકરણની વાત આવે ત્યારે તેઓને ભૂલી જવાય છે. દેશ માટે મેડલ લાવનારા પ્લેયરને હંમેશા ભૂલાવી દેવામાં આવે છે. 


આ પણ વાંચો : હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી